Site icon News Continuous Bureau | Mumbai

 વસઈના સુરુચી બીચ પર આટલા ફૂટ લાંબી વ્હેલ માછલી મૃત હાલતમાં મળી આવી, વ્હેલને જોવા માટે ઉમટી લોકોની ભીડ; જુઓ ફોટોગ્રાફસ અને જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 22, સપ્ટેમ્બર 2021

Join Our WhatsApp Channel

બુધવાર.

મુંબઈને અડીને આવેલા પાલઘર જિલ્લાના વસઈ વિસ્તારમાં સ્થિત સુરુચી બાગ નજીક બેનપટ્ટી કિનારે 30 ફૂટ લાંબી અને 12 ફૂટ પહોળી વ્હેલ મૃત હાલતમાં મળી આવી છે. આ ઘટના મંગળવાર 21 સપ્ટેમ્બરની સાંજે ઘટી હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. મૃત વ્હેલ માછલીની માહિતી મળતાં જ સ્થાનિક પોલીસે તાત્કાલિક વન વિભાગ અને વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ કરી હતી.

વ્હેલ મૃત મળી આવ્યા પછી ત્રણેય વહીવટીતંત્રે માછલીનું શબ પરીક્ષણ કર્યું અને તેના શરીર પર ઘાના નિશાન પણ મળી આવ્યા હતા. જોકે વ્હેલ માછલી કેવી રીતે મરી ગઈ? તે હજુ સુધી જાણી શકાયું નથી. વ્હેલ માછલીના ભાગો તપાસ માટે મોકલવામાં આવ્યા છે.  

ઉલ્લેખનીય છે કે વસઈના કિનારે આટલી મોટી વ્હેલ પહેલી વખત મળી આવી છે. જેથી તેને જોવા માટે  આસપાસના લોકોની ભીડ ઉમટી પડી હતી. જોકે, આટલી મોટી માછલીના મોતથી પ્રાણીપ્રેમીઓમાં હલચલ મચી ગઈ છે.

India Independence at Midnight દિવસે કેમ નહીં, રાત્રે જ કેમ? ભારતની આઝાદીના સમય પાછળ છુપાયેલી રસપ્રદ કુંડળી અને નહેરુનો માસ્ટરપ્લાન
IRCTC Khajuraho Shiva Temple Tour Package ખજુરાહોના ઐતિહાસિક શિવ મંદિરોના દર્શન કરો બજેટમાં! IRCTC લાવ્યું અદ્ભુત ટૂર પેકેજ!
Kopeshwar Temple Khidrapur Architecture કોપેશ્વર મંદિર જ્યાં નંદી વિના પૂજાય છે મહાદેવ, ૧૦૮ કતારબદ્ધ કોતરણીકામ ધરાવતા થાંભલા અને ખુલ્લા સ્વર્ગમંડપનું અદભુત રહસ્ય
IRCTC South India Tour 2026 શું તમે ધાર્મિક યાત્રાનું આયોજન કરી રહ્યા છો? IRCTC લાવ્યું વિશેષ પેકેજ, હવે ખિસ્સા પર નહીં પડે બોજ!
Exit mobile version