ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૩૦ જૂન ૨૦૨૧
બુધવાર
સામાન્ય રીતે એવી ધારણા છે કે વરસાદ સમગ્ર વિશ્વમાં પડે છે, પરંતુ તમે એવા ગામની કલ્પના કરી શકો ખરા જ્યાં વરસાદ આવતો જ ન હોય? યમનમાં એક આવું ગામ આવેલું છે, જ્યાં વરસાદ વરસતો જ નથી. આ સુંદર ગામમાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવે છે. આ ગામનું નામ અલ હુબૈત છે.
હકીકતે આ ગામમાં વરસાદનાં વાદળો ગામના નીચલા સ્તરે રચાય છે,એથી કહેવાય છે કે અહીં વરસાદ પડતો નથી. એક રીતે જોઈએ તો આ વાદળો ઉપર વસેલું ગામ છે. જમીનથી 3200 મીટરની ઊંચાઈ પર યમનની રાજધાની, સનાની પશ્ચિમમાં એક પર્વત પર આવેલું આ ગામ છે. આ ગામમાં પહાડો પર ઘણાં બધાં સુંદર ઘર બાંધવામાં આવ્યાં છે કે કોઈપણ દિશાથી જોવામાં આવે, ત્યાં સુંદર પ્રકૃતિનો મનમોહક નજારો જ દેખાય છે.
રાજકોટની સીમમાં સિંહોની ગર્જના; વન વિભાગે એક નવા જ વિસ્તારમાં સિંહોનો વસવાટ કર્યો
આ ગામની વિશેષતા ત્યાંના ખાસ ઉકાડા છે. દિવસ દરમિયાન તો અહીં વાતાવરણ ગરમ હોય છે, પરંતુ સવારે ખૂબ જ ઠંડી હોય છે. ગામમાં યેમેની સમુદાયના સભ્યો વસે છે. આ સમુદાયને અલ બોહરા અલ મુકરરામ પણ કહેવામાં આવે છે. આ મુસ્લિમાનોનો ઇસ્માઇલી સંપ્રદાય છે.