ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 નવેમ્બર 2021
મંગળવાર.
કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં દર વર્ષે મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળો કૃષિ મેળા તરીકે ઓળખાય છે. પરંતુ, આ મેળા કરતાં પણ વધુ અહીં આવેલો એક બળદ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ અનોખા બળદની મેળામાં 1 કરોડ રૂપિયા સુધીની બોલી લાગી હતી. આ બળદનું નામ 'કૃષ્ણ' છે.
કૃષ્ણાની ઉંમર 3.5 વર્ષ છે. કહેવામાં આવી રહ્યું છે કે તે હલ્લીકર નસ્લનો છે. આ નસ્લ તમામ પશુ જાતિઓની જનની છે. આ નસ્લના વીર્યની ખૂબ માંગ છે અને તે ખૂબ જ મોંઘા ભાવે વેચાય છે. કૃષ્ણાના માલિક બોરેગૌડાએ જણાવ્યું કે તે તેના વીર્યનો એક ડોઝ 1000 રૂપિયામાં વેચે છે. એટલે કે જે વ્યક્તિ આ આખલો લેશે તેના ઘરે કરોડો રૂપિયાનો વરસાદ થશે. આ કારણે બળદની કિંમત 1 કરોડ રૂપિયાથી વધુ માનવામાં આવી રહી છે.
બોરેગૌડાનું કહેવું છે કે સામાન્ય રીતે સારા બળદ એકથી બે લાખ રૂપિયામાં વેચાય છે, એક કરોડની બોલી અગાઉ ક્યારેય નથી લાગી. પરંતુ હલ્લીકર જાતિના બળદની ઘણી વિશેષતાઓ છે. તેનું વજન 800 થી હજાર કિગ્રા છે. તેની લંબાઈ સાડા છ થી આઠ ફૂટ સુધીની છે. બળદના માલિકનો દાવો છે કે જો તેની યોગ્ય કાળજી લેવામાં આવે તો તે આગામી 20 વર્ષ સુધી જીવી શકે છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા હરિયાણાના ‘સુલ્તાન’ નામના પાડાની કિંમત 21 કરોડ લગાવવામાં આવી હતી. રાજસ્થાનના પુષ્કરમાં દર વર્ષે લાગતા પશુ મેળામાં એક આફ્રિકી ખેડૂતે ‘સુલ્તાન’ની બોલી કરોડોમાં લગાવી હતી, તેમ છતાંય તેના માલિકે તેને વેચવાની ના પાડી હતી. જોકે હાર્ટ અટેકના કારણે તે પાડાનું મૃત્યુ થયું હતું.
Join Our WhatsApp Community