ઓહો શું વાત છે! આ દેશના રણમાં મળી આવ્યું  હજારો વર્ષોથી દટાયેલુ સૂર્ય મંદિર, જોઈને પુરાતત્વવિદોએ કહ્યું, ‘આ દશકાની સૌથી મોટી શોધ’, જુઓ તસવીરો

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 18 નવેમ્બર  2021 

ગુરુવાર.  

પોતાના પિરામિડ માટે વિશ્વ વિખ્યાત, ઇજિપ્તમાં પુરાતત્વવિદોને 25મી સદી પૂર્વે મધ્યનું એક પ્રાચીન સૂર્ય મંદિર મળી આવ્યું છે. કેટલાક પુરાતત્વવિદો ઇજિપ્તની રાજધાની કૈરોની દક્ષિણે આવેલા શહેર અબુ ગોરાબના રણમાં ખાણકામ કરી રહ્યા હતા. અચાનક તેમને એક એવું પ્રાચીન મંદિર મળ્યું, જેને જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયા. આ મંદિર સૂર્ય ભગવાનનું છે. તે છેલ્લા 4500 વર્ષથી રણમાં દટાયેલું હતું. ઇજિપ્તના પુરાતત્વવિદોનું માનવું છે કે છેલ્લા દાયકાની આ સૌથી મોટી શોધ છે.  

ઇજિપ્તમાં અત્યાર સુધીમાં 2 પ્રાચીન સૂર્ય મંદિરો મળી આવ્યા છે. વોર્સો સ્થિત એકેડેમી ઓફ સાયન્સના ઇજિપ્તોલોજીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. માસિમિલાનો નુઝોલોએ મીડિયાને જણાવ્યું હતું કે અમે આવી પ્રાચીન વસ્તુઓની શોધ માટે ઘણો સમય ફાળવ્યો છે. પરંતુ જ્યારે કંઈક એવું જોવા મળે છે જે તે સમયની સમગ્ર સભ્યતા, સંસ્કૃતિ અને બાંધકામ વિજ્ઞાનને પ્રતિબિંબિત કરે છે, ત્યારે આશ્ચર્ય થાય છે. ઘણું શીખવા મળે છે. 

પુરાતત્ત્વવિદોના મતે, આ મંદિર પાંચમા સામ્રાજ્યના રાજા ફેરોહ દ્વારા બનાવવામાં આવ્યું હતું. ત્યારે તે જીવતો હતો. તેનો હેતુ એ હતો કે લોકો તેને ભગવાનનો દરજ્જો આપે. બીજી બાજુ, પિરામિડ બનાવવામાં આવ્યા હતા, જ્યાં ફારુનની કબર તેના મૃત્યુ પછી બનાવવામાં આવી હતી. જેથી મૃત્યુ પછી તે ભગવાનનું સ્વરૂપ પ્રાપ્ત કરી શકે.

ઈજીપ્તમાં આવા 6 સૂર્ય મંદિર છે, જે 4500 વર્ષ પહેલા બનાવવામાં આવ્યા હતા. તેમાંથી એક હમણાં જ અબુ ગોરાબના રણમાંથી મળી આવ્યો છે. ઇજિપ્તના પાંચમા સામ્રાજ્યના ફારુન ન્યુસેરે ઇનીએ આ મંદિરોનું નિર્માણ કર્યું હતું. હવે જે મંદિર મળ્યું છે તે પણ તેમણે જ બંધાવ્યું હતું. નુસિરી ઈનીએ 25મી સદી પૂર્વે 30 વર્ષ સુધી શાસન કર્યું. જ્યારે પુરાતત્વવિદોએ વધુ તપાસ કરી તો જાણવા મળ્યું કે આ મંદિર માટીની બનેલી ઈંટો વડે બાંધવામાં આવ્યું હતું. જેનો બે ફૂટ ઊંડો પાયો ચૂનાના પત્થરમાંથી બનાવવામાં આવ્યો હતો.

નિષ્ણાતોનું  માનવું છે કે મૂળ મંદિર ખૂબ જ અદભૂત હોવું જોઈએ. કારણ કે અબુ ગોરાબમાં મળેલા અવશેષોને લઈને આ મંદિરની ડિઝાઈન કોમ્પ્યુટરમાં બનાવી. જે જોવામાં ખૂબ જ સુંદર લાગે છે. આ સિવાય પુરાતત્વવિદોને પ્રાચીન સ્થળ પરથી બિયરની બરણીઓ મળી આવી હતી, જે માટીથી ભરેલી હતી. આ બરણીઓમાં સૂર્ય ભગવાનને કોઈ પૂજાપાઠ માટે ચઢાવો ધરવામાં આવતો હશે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More