Site icon

Club Mahindra: ક્લબ મહિન્દ્રાના મદિકેરી રિસોર્ટને ઈન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ દ્વારા ભારતનું પ્રથમ ‘ટ્રીપલ નેટ ઝીરો’ તરીકેનું બહુમાન મળ્યું

Club Mahindra: મહિન્દ્રા હોલિડેઝ એન્ડ રિસોર્ટ્સ ઈન્ડિયા લિમિટેડની અગ્રણી બ્રાન્ડ ક્લબ મહિન્દ્રાના મદિકેરી રિસોર્ટને ઈન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ દ્વારા ભારતનું પ્રથમ ટ્રિપલ નેટ ઝીરો રેટેડ રિસોર્ટ તરીકેનું પ્રતિષ્ઠિત બહુમાન આપવામાં આવ્યું છે.

Club Mahindra's Madikeri Resort awarded as India's first 'Triple Net Zero' by Indian Green Building Council

Club Mahindra's Madikeri Resort awarded as India's first 'Triple Net Zero' by Indian Green Building Council

News Continuous Bureau | Mumbai

Club Mahindra: મહિન્દ્રા હોલિડેઝ એન્ડ રિસોર્ટ્સ ઈન્ડિયા લિમિટેડની અગ્રણી બ્રાન્ડ ક્લબ મહિન્દ્રાના મદિકેરી રિસોર્ટને ઈન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ ( Indian Green Building Council ) દ્વારા ભારતનું પ્રથમ ટ્રિપલ નેટ ઝીરો રેટેડ રિસોર્ટ તરીકેનું પ્રતિષ્ઠિત બહુમાન આપવામાં આવ્યું છે. ટ્રિપલ નેટ ઝીરો સન્માન નેટ ઝીરો એનર્જી, નેટ ઝીરો વોટર અને નેટ ઝીરો વેસ્ટ માટે મળ્યું છે. આ રેટિંગ ક્લબ મહિન્દ્રા મદિકેરીને ટકાઉ હોસ્પિટાલિટીમાં નોંધનીય સિદ્ધિ હાંસલ કરાવતાં આંતરરાષ્ટ્રીય માપદંડોને અનુસરતા એક બેન્ચમાર્ક સેટ કરે છે. ક્લબ મહિન્દ્રા 2024 સુધી કાર્બન ન્યુટ્રિલિટી (નેટ ઝીરો કાર્બન) નો લક્ષ્યાંક હાંસલ કરવા માટે ઈનોવેશન્સ અને પ્રોત્સાહક ફેરફારો કરવા પ્રતિબદ્ધ છે. 

Join Our WhatsApp Community

Club Mahindra: ( Net Zero  ) નેટ ઝીરો સર્ટિફિકેશન વિશે વધુ વિગતોઃ

કર્ણાટકમાં રમણીય પ્રદેશ કુર્ગમાં સ્થિત આ રિસોર્ટ ( Club Mahindra Madikeri ) લક્ઝરી, આરામ અને જવાબદાર પ્રવાસન માટે દીવાદાંડી સમાન છે, જે પ્રકૃતિને બચાવવામાં પણ યોગદાન આપી રહ્યો છે. આ રિસોર્ટ 22257.7 ચોરસ મીટરની ઇમારતો સાથે કુલ 126464.26 ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલો છે. બાકીના વિસ્તારમાં સ્થાનિક છોડ-ઝાડવાઓ, ગાઢ લીલોતરી ઉપરાંત પ્રાણીઓના સંરક્ષણ સાથે હરિયાળા માહોલામાં પ્રકૃતિના ખોળે આવ્યા હોય તેવો અનુભવ કરાવે છે.

આ સમાચાર પણ વાંચો :Ghatkopar Hoarding Collapse: ઘાટકોપરમાં હોર્ડિંગ દુર્ઘટના બાદ શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથે તેની રાજકીય મિટીંગ કરી રદ્દ..

જેના પગલે રિસોર્ટનું ( Madikeri Resort )  અને આસપાસનું તાપમાન 3°C સુધી ઘટે છે. વધુમાં મોશન સેન્સર નિયંત્રિત વોશરૂમ, રેગ્યુલેટેડ ગીઝર્સ, ટાઈમર કંટ્રોલ્ડ એક્સટર્નલ લાઈટ્સ, હીટ પમ્પ, તથા બીએલજીસી પંખાઓના કારણે અસરકારક વીજ બચત પ્રયાસો પણ કરે છે. જેમાં વાર્ષિક ધોરણે 74.4 kW per m²નો આકર્ષક એનર્જી પર્ફોર્મન્સ ઈન્ડેક્સ નોંધાય છે. જે બ્યૂરોના એનર્જી ઈફિશિયન્સીના વાર્ષિક 313 kW per m²  બેન્ચમાર્ક કરતાં અનેકગણો સારો છે. વધુમાં 70 ટકા પાણીનું રિસાયકલ કરી તેનો કામકાજના સંદર્ભે પુનઃ ઉપયોગ કરે છે. જે રિસોર્ટની ટકાઉપણાની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે.

વધુમાં, મહિન્દ્રાના હરિયાલી પ્રોજેક્ટ હેઠળ હજારો વૃક્ષો વાવવામાં આવ્યા છે, જે પ્રદેશના કુદરતી વારસાને વધુ સમૃદ્ધ બનાવે છે અને પક્ષીઓની વિવિધ પ્રજાતિઓને આકર્ષે છે. આ પહેલ એક સમૃદ્ધ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપે છે, જે મુલાકાતીઓને  જૈવવિવિધતાનો અનુભવ કરાવે છે.

મહિન્દ્રા હોલિડેઝ એન્ડ રિસોર્ટ્સ ઈન્ડિયા ( Mahindra Holidays and Resorts India Ltd  ) લિમિટેડના ચીફ રિસોર્ટ ઓફિસર જુલિયન આયર્સે જણાવ્યું હતું કે, “મહિન્દ્રા ખાતે, અમે ટકાઉ ભાવિ માટે ઝડપી પરિવર્તન લાવવાની હિમાયત અને ભાગીદારીના નિર્ણાયક મહત્વને ઓળખીએ છીએ. હરિયાળા ભવિષ્ય તરફની અમારી સફર 2008માં શરૂ થઈ હતી. ત્યારથી અમે ટકાઉપણા માટે પ્લાન્ટ પોઝિટીવ એપ્રોચ અપનાવ્યો છે. અમે અમારા સંચાલનને ઈકો-ફ્રેન્ડલી બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ. જે ઈન્ડસ્ટ્રીઝની કાર્બન ફૂટપ્રિન્ટમાં ઘટાડો કરી પ્રકૃતિને પુનઃજીવિત કરે છે. મદિકેરી ખાતે અમે સ્થાનિક રહેવાસીઓની સુરક્ષા અને બાયોડાઈવર્સિટી માટે અથાગ પ્રયાસો કર્યા છે. જેના લીધે અમને આઈજીબીસી તરફથી આ ઓળખ અને સન્માન મળ્યું છે. જે અમારા અડગ સમર્પણ અને પ્રયાસોને આભારી છે. અમે જૈવ વિવિધતાના સંરક્ષણ માટેની વૈશ્વિક જવાબદારી નિભાવવા ઉત્સાહી છીએ. જેની મદદથી 2040 સુધીમાં નેટ ઝીરો કાર્બનનો લક્ષ્યાંક હાંસલ કરીશું. અમે મહિન્દ્રા હોલિડેઝની ટકાઉપણાની મુસાફરીનો ભાગ બનતાં અમારા કામકાજમાં ઈનોવેટિવ અને પ્રોત્સાહક પરિવર્તનો લાવવા પ્રતિબદ્ધ છીએ.”

વૈશ્વિક અભિયાન RE100 અને EP100માં જોડાનારી મહિન્દ્રા હોલિડેઝ ભારતની પ્રથમ હોસ્પિટાલિટી કંપની છે. નેટ ઝીરો એનર્જી લક્ષ્યાંક હાંસલ કરવા ક્લબ મહિન્દ્રાએ પાર્કિંગ વિસ્તારમાં 804 kWનો સોલાર રૂફટોપ ફોટોવોલ્ટેક પ્લાન્ટ અને સોલાર કારપોર્ટ્સ લગાવ્યા છે. જળ સંરક્ષણ માટે વપરાશ હેઠળનું 70 ટકા પાણી રિસાયકલ કરી નેચરલ સ્ટ્રિમ્સ સાથે તેનો પુનઃઉપયોગ કરે છે. જે 380 kL ક્ષમતા ધરાવતા તળાવમાં ફેરવાય છે. તેમજ વરસાદી પાણીના સંગ્રહ માટે 14 રેઈનવોટર હાર્વેસ્ટિંગ પિટ્સ પણ બાંધવામાં આવ્યા છે. વધુમાં ઝીરો વેસ્ટ માટે રિસર્ટ બાયો-ડાયઝેસ્ટરની મદદથી ફૂડ વેસ્ટને બાયોગેસમાં રૂપાંતરિત કરી કચરો અને એલપીજી ખર્ચમાં ઘટાડો કરે છે.

આ સમાચાર પણ વાંચો : TVS iQube: TVS તરફથી મોટો ધમાકો! ભારતનું સૌથી સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર, TVS iQube ના નવા વેરિઅન્ટ્સ થયા લોન્ચ: સસ્તી રેન્જ અને શાનદાર માઇલેજ.. જાણો શુ છે ફીચર્સ..

આ નોંધનીય સિદ્ધિ સાથે ક્લબ મહિન્દ્રા ટકાઉપણા અને બાયોડાયવર્સિટી (જૈવ વિવિધતા) સંરક્ષણ માટેનો તેનો પ્રવાસ જારી રાખશે. અથાગ પ્રયાસો સાથે તે તેના સભ્યોને ભારત અને વિશ્વમાં સ્થિત તેના શ્રૈષ્ઠ રમણીય અને પ્રાકૃતિક સુંદરતા ધરાવતા સ્થળો પર અજોડ અનુભવ પ્રદાન કરવા પ્રતિબદ્ધ છે

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version