News Continuous Bureau | Mumbai
WTM London: પ્રવાસન વિભાગ, દાદરા નગર હવેલી તેમજ દીવ-દમણ કેન્દ્રશાસિત પ્રદેશ, ભારત સરકારના પ્રવાસન મંત્રાલયના ઈન્ડિયન પેવેલિયન ખાતે સહ-પ્રદર્શક તરીકે એક્સેલ, લંડન ખાતે નવેમ્બર 5-7, 2024 દરમિયાન વર્લ્ડ ટ્રાવેલ માર્કેટ (WTM) લંડનમાં ભાગ લઈ રહ્યા છે. પેવેલિયનનું ઉદ્ઘાટન ભારતના હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી અને પર્યટનના મહાનિર્દેશક મુગ્ધા સિંહા દ્વારા કરવામાં આવ્યું હતું.
આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રભાવશાળી નેતૃત્વ હેઠળ કેન્દ્રશાસિત પ્રદેશમાં ઘણા પરિવર્તનકારી સુધારાઓ શરૂ કરવામાં આવ્યા છે જે દાદરા અને નગર હવેલીના કેન્દ્રશાસિત પ્રદેશની પ્રગતિમાં અગ્રણી ભૂમિકા ભજવી રહ્યા છે. પ્રશાસક પ્રફુલ્લ પટેલના અવિરત પ્રયાસોને કારણે યુટી એડમિનિસ્ટ્રેશન ભારતમાં DNH&DDને એક અગ્રણી પ્રવાસન સ્થળ તરીકે સ્થાન આપવાનું લક્ષ્ય ધરાવે છે અને છેલ્લા 8 વર્ષમાં વિશ્વસ્તરીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ વિકસાવ્યું છે જેણે પ્રવાસનને ઝડપથી વેગ આપ્યો છે.
Ministry of Tourism participates in World Travel Market (WTM) 2024 London from 5-7 November 2024 along with 50 stakeholders including State Governments, private stakeholders, tour operators, IRCTC and airlines. The India Pavilion was inaugurated by HE Vikram Doraiswami, High… pic.twitter.com/19JJIANyBy
— Ministry of Tourism (@tourismgoi) November 5, 2024
WTM લંડન ( WTM London ) ખાતે સ્ટેન્ડ નંબર N10-220 પર DNH&DD ટુરિઝમની ( Daman and Diu ) મુલાકાત લઈ શકાય છે. સ્ટેન્ડની મુલાકાત ડાયરેક્ટર જનરલ ઓફ ટુરીઝમ, ટુરીઝમ મંત્રાલય, ભારત સરકાર – સુશ્રી મુગ્ધા સિંહા દ્વારા લેવામાં આવી હતી. પ્રવાસન વિભાગ, દાદરા નગર હવેલી તેમજ દીવ-દમણ કેન્દ્રશાસિત પ્રદેશે પ્રવાસનને વેગ આપવા માટે વિશ્વસ્તરીય માળખાકીય સુવિધાઓ વિકસાવવા માટે વહીવટીતંત્રની પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરી. દેવકા ખાતે અત્યાધુનિક અનોખા નમો પથનું ઉદ્ઘાટન ભારતના પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવ્યું છે તે આ વિકાસનું મુખ્ય ઉદાહરણ છે. પર્યટન મહાનિર્દેશકે દાદરા નગર હવેલી તેમજ દીવ-દમણ કેન્દ્રશાસિત પ્રદેશને એક મુખ્ય પ્રવાસન સ્થળ ( Tourist destination ) તરીકે પ્રમોટ કરવા માટે ભારત સરકારના પ્રવાસન મંત્રાલયના સંપૂર્ણ સમર્થન અને સહકારની ખાતરી આપી હતી. વધુમાં, DNH&DD અને લક્ષદ્વીપના UTના તમામ મુખ્ય પ્રવાસી આકર્ષણો WTM ઇવેન્ટ ( World Travel Market ) દરમિયાન પ્રદર્શિત કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : GSRTC Diwali : ગુજરાત એસ.ટી વિભાગને દિવાળી ફળી! એક સપ્તાહમાં ૭ લાખથી વધુ ટિકિટો બુક કરીને આટલા કરોડની આવક મેળવી
પ્રવાસન વિભાગ ( Tourism Department ) , દાદરા નગર હવેલી ( Dadra and Nagar Haveli ) તેમજ દીવ-દમણ કેન્દ્રશાસિત પ્રદેશ પણ પ્રવાસન મંત્રાલય, ભારત સરકાર અને રાજ્ય સરકારોના પ્રવાસન મંત્રાલય દ્વારા આ કાર્યક્રમ દરમિયાન યોજાયેલી ‘ઈન્ડિયા ચલો’ પ્રેસ કોન્ફરન્સમાં જોડાયા હતા. વિભાગ વિદેશી પ્રવાસીઓ અને રોકાણકારોને આકર્ષવા, વૈશ્વિક પ્રવાસ ઉદ્યોગના ખેલાડીઓ સાથે ભાગીદારી બનાવવા, DNH&DD અને લક્ષદ્વીપ બંને UTના પ્રવાસી આકર્ષણોનું પ્રદર્શન અને પ્રોજેક્ટ કરવા માંગે છે. અન્ય રાજ્ય સરકારો સાથે WTM, 2024માં ભાગ લેવો એ દાદરા નગર હવેલી તેમજ દીવ-દમણ કેન્દ્રશાસિત પ્રદેશ ( Union Territories ) માટે ગર્વની ક્ષણ હતી.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)