આજે તુલસી વિવાહ અને દેવઊઠી એકાદશી છે. એવું કહેવામાં આવે છે કે કાર્તિક શ્રીહરિ ચતુર્માસની નિંદ્રામાં થી શુક્લ પક્ષમહિનાની એકાદશી પર જાગે છે, તેથી આ એકાદશીને દેવઊઠી એકાદશી પણ કહેવામાં આવે છે. આ દિવસથી હિંદુ ધર્મમાં લગ્ન વગેરે શુભ કાર્યો શરૂ થાય છે. દેવઊઠી એકાદશીના આ દિવસે ભગવાન વિષ્ણુના સ્વરૂપ શાલિગ્રામના લગ્ન તુલસી સાથે કરાવવામાં આવે છે.

તુલસી અને શાલિગ્રામના લગ્ન સાથે જોડાયેલી કથા બ્રહ્મવૈવર્ત પુરાણમાં જણાવવામાં આવી છે. કથા અનુસાર પ્રાચીન સમયમાં તુલસી, શંખચૂડ નામના અસુરની પત્ની હતી. શંખચૂડ અધર્મી હતો. દેવતા અને મનુષ્ય, બધા આ અસુરથી કંટાળેલાં હતાં. તુલસીના સતીત્વના કારણે કોઈ દેવતા શંખચૂડનો વધ કરી શકતાં ન હતાં. ત્યારે બધા દેવતા ભગવાન વિષ્ણુ અને શિવજી પાસે પહોંચ્યાં. તે સમયે ભગવાન વિષ્ણુએ શંખચૂડનું સ્વરૂપ ધારણ કરીને તુલસીનું સતીત્વ ભંગ કરી દીધું. જેનાથી શંખચૂડની શક્તિ નષ્ટ થઇ ગઇ અને શિવજીએ તેનો વધ કરી દીધો. ત્યાર બાદ જ્યારે તુલસીને આ વાતની જાણ થઇ ત્યારે તેમણે ભગવાન વિષ્ણુને પથ્થર બની જવાનો શ્રાપ આપ્યો. વિષ્ણુજીએ તુલસીના શ્રાપનો સ્વીકાર કર્યો અને કહ્યું કે, તમે પૃથ્વી ઉપર છોડ અને નદી સ્વરૂપમાં રહેશો અને તમારી પૂજા પણ કરવામાં આવશે
તુલસી વિવાહનું આયોજન કરવાનું ખૂબ જ શુભ માનવામાં આવે છે. દેવઉઠી અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુને તુલસી અર્પણ કરવાની પરંપરા છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુના સ્વરૂપ શાલિગ્રામની સાથે તુલસીના લગ્ન કરાવનાર વ્યક્તિના જીવનથી તમામ કષ્ટ દૂર થઇ જાય છે અને તેના પર ભગવાન હરિની વિશેષ કૃપા થાય છે. તુલસી વિવાહને કન્યાદાન જેટલા પુણ્ય જેવું માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે તુલસી વિવાહ સંપન્ન કરનારને વૈવાહિક સુખ મળે છે.
તુલસી પૂજા કરતી સમયે તુલસી નામાષ્ટક મંત્રનો જાપ કરવો જોઇએ.
वृंदा वृंदावनी विश्वपूजिता विश्वपावनी। पुष्पसारा नंदनीय तुलसी कृष्ण जीवनी।।
एतनामांष्टक चैव स्त्रोतं नामर्थं संयुतम। य: पठेत तां च सम्पूज्य सौश्रमेघ फलंलभेत।।
આ છે મંત્ર જાપની સરળ વિધિઃ-
સૂર્યાસ્ત પછી સ્નાન કરો. તે પછી તુલસીની પૂજા કરો. તુલસીને ગંધ, ફૂલ, લાલ વસ્ત્ર અર્પણ કરો. ફળનો ભોગ ધરાવો. ઘીનો દીવો પ્રગટાવો. તુલસી સામે બેસીને તુલસીની માળાથી આ મંત્રનો જાપ કરો. જાપની સંખ્યા 108 હોવી જોઇએ.