ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 ઑક્ટોબર, 2021
સોમવાર
આપણા ભારત દેશને આઝાદી મળી તેના 75 વર્ષ પૂરા થવા જઇ રહ્યા છે. ત્યારે સૌ ‛આઝાદી કા અમૃત મહોત્સવ’ મનાવી રહ્યા છે. ત્યારે એક એવી વ્યક્તિ વિશે વાત કરવી આવશ્યક છે કે જેમણે ઘણાં ક્રાંતિવીરોને મદદ કરી હતી.
એ ગુમનામ વ્યક્તિ દુર્ગા ભાભી છે. આ દુર્ગા ભાભીએ ભગતસિંહ અને રાજગુરુને સોન્ડર્સની હત્યા કર્યા બાદ અંગ્રેજોના નાક નીચે લાહૌરમાંથી બહાર નીકળવામાં મદદ કરી હતી. અને તેઓને કોલકાતા લઈ ગયા હતા.
તેમના પતિ ભગવતીચરણ વર્મા પણ એક ક્રાંતિકારી હતા. એવું પણ કહેવાય છે કે ચંદ્રશેખર આઝાદ પાસે છેલ્લી ઘડીએ જે માઉઝર હતું, તે દુર્ગાભાભીએ આપ્યું હતું.
વીજળીના સંકટને માત આપવા મહારાષ્ટ્ર સરકાર ઊભો કરશે આટલા મેગાવોટનો સૌર ઉર્જા પ્રોજેક્ટ; જાણો વિગત.
14 ઓક્ટોબર 1999 ના રોજ, તેણીએ ગુપ્ત રીતે આ દુનિયા છોડી દીધી, તેના વિશે અમુક સમાચાર પત્રમાં પ્રકાશિત થયું હતું. આજે આઝાદીના આટલા વર્ષો પછી પણ ઈતિહાસના પાના પર તે વિરાંગના નથી.એક સ્મારકનું નામ પણ તેમના નામે નથી, તેમના રાજ્યની સરકાર પણ ભૂલી ગઈ લાગે છે અને લોકો પણ ભૂલી ગયા છે.