દેશના 11માં રાષ્ટ્રપતિ રહેલા અને મહાન વૈજ્ઞાનિક ડૉ. એપીજે અબ્દુલ કલામની આજે જન્મજયંતી છે. 15 ઓક્ટોબર, 1931ના રામેશ્વરમમાં અબ્દુલ કલામનો જન્મ થયો. તેઓએ એયરોનૉટિકલ એંજિનયરના રૂપમાં પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. તેઓ ભારતની બે મોટી એજંસીઓ ડિફેવ્ંસ રિસર્ચ એંડ ડેવલોપમેંટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ) અને ઈંડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના પ્રમુખ રહ્યા હતા. બંને એજંસીઓમાં તેમને ખૂબ સારુ કામ કર્યુ હતું. ભારતના પ્રથમ રોકેટ એસએલવે-3ને બનાવવામાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી. પોલર સૈટેલાઈટ લોન્ચ વેહિકલ (પીએસએલવી) બનાવવામાં તેમની મુખ્ય ભૂમિકા હતી. ભારતના પ્રથમ મિસાઈલ પૃથ્વી મિસાઈલ અને પછી ત્યારબાદ અગ્નિન મિસાઈલને બનાવવામાં પણ ડોક્ટર કલામનુ મુખ્ય યોગદાન રહ્યુ છે.
મિસાઇલ મેન તરીકે જાણિતા ડૉ. એ. પી. જે અબ્દુલ કલામ ભારતના સર્વોચ્ચ સન્માન 'ભારત રત્ન'થી સન્માનિત હતા. તેઓ એક મહાન વિચારક, લેખક અને વૈજ્ઞાનિક પણ હતા. દરેક ક્ષેત્રમાં તેમનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે. તેમણે પોતાના જીવનમાં અનેક એવા કામ કર્યા છે જે આપણા માટે આજે પણ પ્રેરણાદાયી છે. તેમના જીવનના અનેક એવા પ્રસંગો છે જે લોકો માટે માર્ગદર્શન રુપ સાબિત થાય છે.
