4.5K
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ગુજરાતના દરેક જિલ્લામાં ઘણી બધી જગ્યાઓ એવી છે કે, જે એક દિવસીય પ્રયત્ન માટે ખૂબ જ ઉપયોગી છે. આ સ્થળોનું કુદરતી સૌંદર્ય મનમોહક હોય છે. અત્યારે દિવાળી વેકેશન(Diwali holidays) ચાલી રહ્યુ છે, તેવામાં શનિ રવિની રજાઓમાં જો આવા એકાદ સ્થળની મુલાકાત લીધી હોય તો આખા અઠવાડિયાનો થાક ઉતરી નવો ઉત્સાહ મળે છે.
જો તમે શહેરના પ્રદૂષિત વાતાવરણથી કંટાળી ગયા હોય અને શાંત જગ્યા પર જવાનું વિચારતા હોય કે જ્યાં તળાવ અને પ્રકૃતિની હરિયાળીથી ભરપુર હોય તથા ટેકરીઓ, તંબુ આવેલા હોય અને તમે ત્યાં કેમ્પફાયર પણ કરી શકો. તો તેના માટે સુરત વનવિભાગના ‘કેવડી ઈકો ટુરિઝમ કેમ્પસાઈટ’(Kevdi Eco Tourism Campsite) ઉત્તમ સ્થળ સાબિત થઈ શકે. અહીં કુદરતી સૌદર્યનો અદભુત ખજાનો છે. ટેકરી અને જંગલોની વચ્ચે આવેલુ આ શાંત અને રમણીય સ્થળ પ્રવાસન માટે શ્રેષ્ઠ છે.
કેવડી ઈકો ટુરિઝમ કેમ્પસાઈટ વિશે :-
સુરત જિલ્લાના માંડવી તાલુકાના કેવડી(Kevdi) ગામે રાજ્ય સરકારના વન વિભાગે ઇકો ટુરિઝમ કેમ્પસાઇટ વિકસાવ્યું છે. કેવડી સુરતથી 85 કિમી દુર અને માંડવીથી માત્ર 20 કિમીના અંતરે આવેલુ છે. કેવડીમાં સ્વયં પ્રકૃતિનો વાસ હોય તેવો અનુભવ થાય છે.
સુંદર ટેકરીઓ અને જંગલોની વચ્ચે આવેલું આ પર્યટન સ્થળ(tourist spot) જતાંની સાથે જ મન મોહી લે છે. દૂર દૂરથી પ્રવાસીઓ અહીં ફરવા માટે આવે છે. અહીંની પ્રકૃતિ અને શાંતિનો અનુભવ તમને એટલો સારો લાગશે કે તમે બીજી બધી જ ચિંતા કે ટેન્શન ભૂલીને એક અલગ દુનિયાનો અનુભવ કરી રહ્યા હોય તેવો અહેસાસ થશે.
કેવડી જવા માટેનો યોગ્ય સમય
કેવડી જવા માટેનો શ્રેષ્ઠ સમય ચોમાસા અને શિયાળો છે. આ ઈકો ટુરિઝમ કેમ્પસાઈટ(Eco Tourism Campsite)માં ડોમ હાઉસ, ટેન્ટ હાઉસ, રિસેપ્શન સેન્ટર, રેસ્ટોરન્ટ, ટ્રેકિંગ ટ્રેઇલ્સ, પક્ષી જોવા માટેનો પોઈન્ટ, સનસેટ પોઇન્ટ, પરંપરાગત અને શુદ્ધ ખોરાક, કેમ્પફાયર, નેચર એજ્યુકેશન સેન્ટર તથા આસપાસ ફરવા માટે સાઈકલ પણ ભાડેથી આપવામાં આવે છે.
રાત્રી રોકાણ માટે બુકિંગ
મુલાકાત લેવા માટે કોઈ પણ પ્રકારની પરવાનગીની જરૂર નથી. પરંતુ રાત્રી રોકાણ માટે સંપર્ક નં.(Contact no) મો.82382 60600 ઉપર કોલ કરીને બુકિંગ(booking) કરાવવું જરૂરી છે.
કેવડી કેવી રીતે પહોંચવું?
- સૌ પ્રથમ માંડવી ખાતે પહોંચવું.
- ત્યાંથી ઝંખવાવ જતો રોડ લેવો.
- આગળ જતાં વચ્ચે ફેદરિયા ચોકડી આવશે, ત્યાંથી જમણી બાજુ વળીને 8 કિમી સુધી સીધા જવું.
- આગળ જતાં દઢવાડા આવશે, ત્યાંથી જમણી બાજુએ જતાં રહેવું. થોડી જ વારમાં કેવડી કેમ્પસાઈટ આવી જશે.
વિવિધ સ્થળોએથી કેવડીનું અંતર(distance of Kevdi) :
- સુરતથી 85 કિમી આશરે 2 કલાકનો સમયગાળો
- વડોદરાથી 180કિમી આશરે 3.5 કલાકનો સમયગાળો
- વલસાડથી 140કિમી આશરે 2.5 કલાકનો સમયગાળો
- સાપુતારાથી 150કિમી આશરે 3 કલાકનો સમયગાળો
- અમદાવાદથી 280કિમી આશરે 5 કલાકનો સમયગાળો
આ સમાચાર પણ વાંચોઃ Labh Pancham 2023: લાભ પાંચમને સૌભાગ્ય પાંચમ તરીકે પણ ઓળખવામાં આવે છે, જાણો આ દિવસનું ખાસ મહત્વ