Site icon

ટ્રેનમાં ખાવાનું થયું મોંઘું.. IRCTCએ ખાવા પીવાની ચીજોંમાં કર્યો ભાવ વધારો, અહીં ચેક કરો નવા ભાવ…

જો તમે રેલ મુસાફરીના શોખીન છો અથવા રેલ યાત્રા પર જઈ રહ્યા છો તો રેલવેએ મોટો ઝટકો આપ્યો છે. વાસ્તવમાં IRCTCએ ટ્રેનમાં ઉપલબ્ધ ખાણી-પીણીની વસ્તુઓની કિંમતોમાં વધારો કર્યો છે

IRCTC Hikes Food Prices

ટ્રેનમાં ખાવાનું થયું મોંઘું.. IRCTCએ ખાવા પીવાની ચીજોંમાં કર્યો ભાવ વધારો, અહીં ચેક કરો નવા ભાવ…

News Continuous Bureau | Mumbai

જો તમે રેલ મુસાફરીના શોખીન છો અથવા રેલ યાત્રા પર જઈ રહ્યા છો તો રેલવેએ મોટો ઝટકો આપ્યો છે. વાસ્તવમાં IRCTCએ ટ્રેનમાં ઉપલબ્ધ ખાણી-પીણીની વસ્તુઓની કિંમતોમાં વધારો કર્યો છે અને હવે લોકોને મુસાફરી દરમિયાન મોંઘું ભોજન મળશે. પ્રાપ્ત માહિતી અનુસાર, IRCTCએ ટ્રેનમાં ઉપલબ્ધ ખાદ્યપદાર્થોની કિંમત 2 થી 25 રૂપિયા સુધી વધારી દીધી છે. હાલમાં ખાણી-પીણીના ભાવમાં આ વધારો માત્ર પૂર્વ મધ્ય રેલવેથી જતી ટ્રેનો માટે કરવામાં આવ્યો છે.

Join Our WhatsApp Community

ખોરાકની ગુણવત્તામાં પણ સુધારો થશે

આઈઆરસીટીસીના રિજનલ જનરલ મેનેજર રાજેશ કુમારના જણાવ્યા અનુસાર ખોરાકની ગુણવત્તા અને માત્રા બંનેમાં સુધારો કરવામાં આવ્યો છે. રોટલી, ઢોસા, દાળ, ગુલાબ જામુન અને સેન્ડવીચ જેવી તમામ ખાદ્ય ચીજવસ્તુઓ વધુ કિંમતે ટ્રેનમાં ઉપલબ્ધ થશે. IRCTCએ સ્ટેશન પર ફૂડ સ્ટોલ પર ઉપલબ્ધ વસ્તુઓની કિંમતોમાં કોઈ ફેરફાર કર્યો નથી. માત્ર પેન્ટ્રીકર પાસેથી મળતી ખાદ્ય સામગ્રીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો : તાજ રિસોર્ટ એન્ડ સ્પા સાથે IHCLએ ગુજરાતના ગાંધીનગરમાં પ્રવેશ કર્યો.

અહીં સંપૂર્ણ યાદી જુઓ

વસ્તુ જૂના દર નવા દર

સમોસા રૂ 8 રૂ 10

બ્રેડ રૂ 3 રૂ 10

મસાલા ઢોસા રૂ 40 રૂ 50

સેન્ડવિચ રૂ. 15 રૂ. 25

બર્ગર રૂ 40 રૂ 50

ઢોકળા રૂ.20 રૂ.30

બ્રેડ પકોડા રૂ 10 રૂ 15

બટાટા વડા રૂ.7 રૂ.10

રોટલી રૂ. 3 રૂ. 10

SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
Mohan Bhagwat: વડાપ્રધાન મોદીએ સરસંઘચાલક મોહન ભાગવતના ૭૫મા જન્મદિવસ પર લખ્યો પત્ર, જાણો શું કહે છે રાજકીય વિશ્લેષકો
Bonus For Losing Weight:વજન ઘટાડવા પર લાખો નું બોનસ તો વજન વધવા પર દંડ, આ દેશની કંપની એ જાહેર કરી અનોખી યોજના
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના આ સહયોગી ની કરવામાં આવી ગોળી મારી હત્યા, અમેરિકાના રાજકીય વર્તુળમાં ખળભળાટ
Exit mobile version