News Continuous Bureau | Mumbai
હિન્દુ ધર્મમાં ઘણા મોટા તહેવારો ઉજવવામાં આવે છે. મહાકાલના ભક્તોનો સૌથી મોટો તહેવાર મહાશિવરાત્રી 18 ફેબ્રુઆરીએ આવી રહ્યો છે. જેની દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. આ દિવસનું વિશેષ મહત્વ છે. આવી સ્થિતિમાં શિવરાત્રીના ખાસ અવસર પર ભારતીય રેલવેએ શિવભક્તોને એક ખાસ ભેટ આપી છે. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ (IRCTC ટુર) ખૂબ ઓછા પૈસામાં શિવભક્તોને 12 જ્યોતિર્લિંગની મુલાકાત લેવાની એક મોટી તક આપી રહી છે.
આ વિશેષ પ્રવાસ મહાશિવરાત્રીના અવસર પર શરૂ કરવામાં આવ્યો છે અને તેને ‘મહાશિવરાત્રી નવ જ્યોતિર્લિંગ યાત્રા’ નામ આપવામાં આવ્યું છે. આ પેકેજ દ્વારા, તમને દેશના વિવિધ ભાગોમાં ખૂબ જ સસ્તું ભાવે મુસાફરી કરવા મળશે. આવો જાણીએ આ પેકેજની વિગતો
જાણો કયા જ્યોતિર્લિંગના દર્શન કરવાનો મોકો મળશે
આ પેકેજ દ્વારા, તમે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ, મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ, સોમનાથ જ્યોતિર્લિંગ, ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ, ભીમાશંકર જ્યોતિર્લિંગ, ગ્રીષ્નેશ્વર જ્યોતિર્લિંગ, ઔંધા નાગનાથ જ્યોતિર્લિંગ, પરલી વૈજનાથ જ્યોતિર્લિંગ, મલ્લિકાર્જુન સ્વામી જ્યોતિર્લિંગ જેવા સ્થળોની મુલાકાત લઈને ભગવાન શિવના દર્શન કરી શકાય છે. તમને ભારત દર્શન ટ્રેન દ્વારા આ તમામ સ્થળોની મુલાકાત લેવાની તક મળશે. આ ટ્રેનમાં બુકિંગ માટે, તમે IRCTCની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો. આ ઉપરાંત, તમે IRCTC પ્રવાસી સુવિધા કેન્દ્ર, પ્રાદેશિક કાર્યાલય અને પ્રાદેશિક કાર્યાલયોની મુલાકાત લઈને પણ બુક કરી શકો છો.
આ સમાચાર પણ વાંચો: ‘પાકિસ્તાનમાં પઠાણનું એડવાન્સ બુકિંગ હિન્દુસ્તાની પઠાણ કરતા વધુ…” PAK એન્કરે પોતાના દેશની હાલત પર કર્યો કટાક્ષ
જાણો પ્રવાસની વિગતો-
આ પ્રવાસ 13 અને 12 રાત્રિનો છે. આ પ્રવાસ માટેનો પેકેજ કોડ SZBD384A છે. આ પ્રવાસ મદુરાઈથી શરૂ થશે. આ પેકેજ માટેના બોર્ડિંગ પોઈન્ટ તિરુનેલવેલી, મદુરાઈ, ડિંડીગુલ, ઈરોડ, સાલેમ, જોલારપેટ્ટાઈ, કટપડી, પેરામ્બુર, નેલ્લોર છે.
મુસાફરીનો વર્ગ – બજેટ
પેકેજ ફી – રૂ. 15,350
મુસાફરીની તારીખ- આ પેકેજ દ્વારા તમે 8મી માર્ચ 2023થી 20મી માર્ચ 2023 સુધી આ તમામ સ્થળોની મુસાફરી કરી શકશો.
પૅકેજમાં આ સુવિધા મળશે
આ પેકેજમાં તમને ટ્રેનમાં સ્લીપર કોચમાં મુસાફરી કરવાની સુવિધા મળશે.
આ પેકેજમાં તમને દરેક જગ્યાએ રહેવાની યોગ્ય વ્યવસ્થા મળશે.
તમામ મુસાફરોને નાસ્તો, લંચ અને ડિનર સાથે 1 લીટરની પાણીની બોટલ પણ મળશે.
તમામ મુસાફરોને ટુર એસ્કોર્ટ અને સુરક્ષાની સુવિધા પણ મળશે.