News Continuous Bureau | Mumbai
IRCTC : ભારતીય રેલવેની મિની રત્ન કંપની ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ ( IRCTC ) દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત અને દેખો અપના દેશ અંતર્ગત અને ઉત્તરાખંડ ટુરીઝમ ડેવલપમેન્ટ બોર્ડના સહયોગથી દેવભૂમિ ઉત્તરાખંડ ( Uttarakhand ) રાજ્યના અગ્રણી તીર્થસ્થાનો અને હેરિટેજ સ્થળોને ( Heritage places ) આવરી લેતી “માનસખંડ એક્સપ્રેસ – ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન” નું સંચાલન કરવામાં આવી રહ્યું છે, જે ૨૨.૦૫.૨૪ ના રોજ પુણે શહેરથી ઉત્તરાખંડ યાત્રા માટે રવાના થશે.
“માનસખંડ એક્સપ્રેસ – ભારત ગૌરવ” ( Manaskhand express – Bharat Gaurav Tourist Train ) 3AC પ્રવાસી ટ્રેન રહેશે. આ યાત્રા ૨૨ મે ૨૦૨૪ થી ૦૧ જૂન ૨૦૨૪ (૧૦ રાત્રિ / ૧૧ દિવસ) સુધીની રહેશે. આ યાત્રા દરમિયાન IRCTC ટનકપુર, પૂર્ણાગિરી, શારદા નદીનો ઘાટ, હાટ કાલિકા, પાતાળ ભુવનેશ્વર, ચંપાવત, લોહાઘાટ, ચૌકોરી, અલ્મોરા, નૈનિતાલ અને ભીમતાલની સૈર કરાવશે, IRCTC મુસાફરોને ( passengers ) આરામદાયક મુસાફરી આપવા માટે પ્રતિબદ્ધ છે. આ પ્રવાસ માટે બે શ્રેણીઓ નક્કી કરવામાં આવી છે, જેમાં સ્ટાન્ડર્ડ ક્લાસ- માટે રૂ. ૨૮,૦૨૦/-, ડીલક્સ ક્લાસ – માટે રૂ. ૩૫,૩૪૦/- ના દરો નક્કી કરવામાં આવ્યા છે. આ પ્રવાસમાં IRCTC દ્વારા LTC સુવિધા પણ આપવામાં આવી રહી છે. ૨૨.૦૫.૨૪ ના રોજ ચાલનારી આ ટ્રેનમાં મુસાફરો પુણે, લોનાવાલા, કલ્યાણ, વસઈ, સુરત, વડોદરા, રતલામ, ઉજ્જૈન, સંત હીરદારમ નગર થી બેસી શકશે.
IRCTC પ્રવાસની માહિતી માટે ટ્રેનમાં જાહેરાતની સુવિધા ઉપલબ્ધ છે
IRCTC દ્વારા શરૂ કરવામાં આવેલા આ ટૂર પૅકેજમાં સવારનો નાસ્તો, લંચ અને ડિનર ઑન બોર્ડ અને ઑફબોર્ડ નાસ્તો અને રાત્રિભોજન હોટેલ અથવા હોમસ્ટેમાં જ્યાં પેસેન્જર રોકાયા હોય અને બપોરનું ભોજન યોગ્ય જગ્યાએ રસ્તામાં જ હશે. ઘાટ રોડ સિવાય સ્ટાન્ડર્ડ પેકેજમાં નોન એસી ટ્રાન્સપોર્ટ અને ડીલક્સ પેકેજમાં એસી ટ્રાન્સપોર્ટ દ્વારા તમામ ટ્રાન્સફર અને જોવાલાયક સ્થળો માટે રહેશે. પ્રવાસની માહિતી માટે ટ્રેનમાં જાહેરાતની સુવિધા ઉપલબ્ધ છે, IRCTC ટુર મેનેજર જરૂરી સહાયતા માટે સમગ્ર પ્રવાસ દરમિયાન રહેશે. ટ્રેનના દરેક કોચમાં એસ્કોર્ટ અને સિક્યોરિટી ગાર્ડ પણ ઉપલબ્ધ રહેશે. આ પ્રવાસમાં મુસાફરો માટે મુસાફરી વીમો સામેલ છે.
આ સમાચાર પણ વાંચો : IRCTC : IRCTC ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન દ્વારા ઉત્તર દર્શન યાત્રા (મથુરા, હરિદ્વાર, ઋષિકેશ, અમૃતસર અને વૈષ્ણો દેવી) યાત્રા ચલાવી રહી છે….
આ ટ્રેનનું બુકિંગ શરૂ થઈ ગયું છે, રસ ધરાવતા પ્રવાસીઓ IRCTC વેબસાઇટ (irctctourism.com) પર અને અધિકૃત એજન્ટો પાસેથી પણ ઓનલાઈન બુકિંગ કરાવી શકે છે. આ અંગે વધુ માહિતી અને બુકિંગ માટે આઈ.આર.સી.ટી.સી. અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત ઓફિસનો સંપર્ક કરી શકો છો. આ માટે મુસાફરો વોટ્સએપ અથવા ફોન નંબર:- 7021090626, 7021090612, 7021090644, 9321901849, 9321901851, 9321901852, 7021090572, 7021090837, 7021090498 પર સંપર્ક કરી શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.