ગજબ – નાળિયેરના ઝાડ પર ઝટપટ ચડી ગયો દીપડો – પછી શું થયું તે જુઓ આ વીડિયોમાં 

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

શું તમે ક્યારેય દીપડા(Leopad)ને નાળિયેર(Coconut tree)ના ઝાડ પર ચડતો જોયો છે? આ વીડિયો જોઈને તમને નવાઈ લાગશે. વીડિયોમાં દીપડો મકાઈના ખેતરમાં નાળિયેરના ઝાડ પર ચડતો જોઈ શકાય છે. વિડીયો જોઈને પહેલા તો તમને લાગશે કે તે કોઈ પ્રાણીનો શિકાર કરવા ઝાડ પર ચઢ્યો છે, પરંતુ બીજી જ ક્ષણે બીજો દીપડો તેને પકડવા માટે વીજળીની ગતિએ ચઢી જાય છે. આ નજારો ખરેખર આશ્ચર્યજનક છે, કારણ કે તમે આવું ભાગ્યે જ જોયું હશે. વીડિયોમાં જોઈ શકાય છે કે બીજા દીપડાને જોતા જ ઝાડ પર ચડી ગયેલો દીપડો પોતાનો જીવ બચાવવા આંખના પલકારામાં ઝાડના ઉપરના ભાગમાં પહોંચી જાય છે.

 

આ વિડિયો ભારતીય વન સેવા (IFS)ના અધિકારી સુશાંત નંદા(Sushant Nanda)એ ટ્વિટર પર શેર કર્યો છે. તેમણે કેપ્શનમાં લખ્યું છે કે – જો તમે વિચારી રહ્યા હોવ કે દીપડો નાળિયેરના ઝાડ પર કેમ ચઢ્યો? તો અંત સુધી જુઓ…

માત્ર 1 મિનિટ 17 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 1.1 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 3 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. વીડિયો જોયા પછી ઘણા લોકોએ કમેન્ટ્સ કરી છે. તો કેટલાક યુઝર્સે દાવો કર્યો છે કે આ વીડિયો મહારાષ્ટ્ર(Maharashtra)ના નાસિક(Nasik)નો છે.  જોકે આ વિડીયો ની સત્તાવાર પુષ્ટિ થઇ શકી નથી 

આ સમાચાર પણ વાંચો : સોનું ખરીદવાની શ્રેષ્ઠ તક – સોના અને ચાંદીની કિંમતમાં થઇ વઘ ઘટ – જાણો લેટેસ્ટ ભાવ

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment