ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 7 ડિસેમ્બર 2021
મંગળવાર.
મુંબઈ 2 સહિત મહારાષ્ટ્રમાં કોવિડ-19ના નવા વેરિયન્ટ ઓમાઈક્રોનના કુલ 10 કેસ થઈ ગયા છે. આ વેરિયન્ટનો ચેપ ફેલાય નહીં તેથી મહારાષ્ટ્ર સરકાર એલર્ટ થઈ ગયું છે. એ સાથે જ મુંબઈ નજીકના હિલ સ્ટેશન માથેરાનમાં પણ જિલ્લા પ્રશાસન સતર્ક થઈ ગયું છે. માથેરાનમાં ઓમી ક્રોનનો ચેપ ફેલાય નહીં તે માથેરાનની મુલાકાતે આવનારા તમામ પ્રવાસીઓની સ્ક્રીનીંગ કરવાનું ચાલુ કરી દેવામાં આવ્યું છે. તેથી શરદી, તાવ જેવી સામાન્ય બીમારી પણ હોય તો માથેરાનનો પ્રવાસ કરવાનું ટાળજો.
પુણેમાં ઈન્ક્યુબેશન સેન્ટરમાં મોરનાં બચ્ચાંનો જન્મ. જુઓ ફોટોગ્રાફ
રાયગઢ જિલ્લા પ્રશાસને પર્યટકો માટે નવા નિયમો બનાવ્યા છે. તેની જાણ ત્યાંના વેપારીઓ, રસ્તા પર બેસીને વ્યવસાય કરનારા, તેમ જ હોટલ માલિકોને કરી દેવામા આવી છે. માથેરાનમાં સામાન્ય રીતે શુક્રવારથી રવિવાર સુધી પ્રવાસીઓ હોય છે. તેથી તેને ધ્યાનમાં રાખીને માથેરાનના પ્રવેશદ્વાર ગણાતા દસ્તુરી નાકા પર દરેક પર્યટકનું સ્ક્રીનીંગ કરવાનું ચાલુ કરી દેવામાં આવ્યું છે. આ દરમિયાન નવા માથેરાનનાં આવેલા ત્રણ પર્યટકોએ આરટીપીસીઆર કરી ન હોવાથી તેમને પાછા મોકલી દેવામાં આવ્યા હતા.