News Continuous Bureau | Mumbai
તાડોબા અભયારણ્ય(Tadoba Sanctuary)ની મુલાકાત લેવાનો રોમાંચ અને મજા જ કંઈક અલગ છે. કારણ કે, પ્રવાસીઓ (Tourist) વાઘ(tigere)ને જોઈને ખુશ થાય છે. તાડોબાના ગાઢ જંગલ(forest)માં કાર પ્રવેશતાની સાથે જ પ્રવાસીઓની નજર દૂર દૂર સુધી જાય છે. પ્રવાસીઓને લાગે છે કે જો તેઓને વાઘ જોવા મળે તો તેમની સફર યાદગાર થાય. એ જ આશા સાથે આવેલા પ્રવાસીઓને બુધવારે તાડોબા અભયારણ્યમાં અદભુત નજારો જોવા મળ્યો.
Maya and her cub sighted today at Tadoba for the first time Just awesome Video sent by my Jungle Buddy pic.twitter.com/N8JZeD4fNd
— Supriya Sule (@supriya_sule) November 2, 2022
ગઈકાલે સવારના સમયે તાડોબા અભયારણ્યની મુલાકાતે આવેલા પ્રવાસીઓએ જોયું કે, માયા વાઘણ(Maya Tigress) તેના ત્રણ મહિનાના બચ્ચાં સાથે સવારના પ્હોરનો કુમળો(morning sun) તડકો લેવા માટે રસ્તા પર ઉભી હતી. જ્યારે તે તેના બચ્ચા સાથે રમતી હોય છે, ત્યારે પ્રવાસીઓ આ નજારાને કેમેરામાં કેદ કરવા લાગે છે. આ દરમિયાન વાઘણ વિચલિત થઈને, તેના બચ્ચાને મોઢામાં પકડીને જંગલની અંદર છોડી દે છે. આ પ્રસંગે પ્રવાસીઓને બાળકો પ્રત્યે સંવેદનશીલ માતા જોવા મળી હતી. માનવજાતિ હોય કે પ્રાણીજાતિ માતા, માતા હોય છે. આ ઘટનાએ બતાવ્યું કે બચ્ચાઓની સલામતી તેના માટે મહત્વપૂર્ણ છે. માયાનું આ સ્વરૂપ પ્રવાસીઓને પણ ખુશ કરી દે છે.
આ સમાચાર પણ વાંચો : ખૂબ જ કામનું / દૂધમાં મિક્સ કરી ખાવો ફક્ત આ એક વસ્તુ, રોકેટની રફ્તારથી ઘટશે ફેટ
