ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૦ જૂન ૨૦૨૧
ગુરુવાર
કોરોના મહામારી અને લૉકડાઉનને કારણે ગયા વર્ષે અંબોલીનું વર્ષા ટૂરિઝમ સંપૂર્ણ રીતે બંધ હતું. આ વર્ષે પણ સ્થિતિમાં જરૂરી સુધારો થયો નથી, પરંતુ રાઉત નામના યુવકે અંબોલી અને નજીકના તમામ પર્યટક સ્થળોને ઑનલાઇન બતાવવાનો નિર્ણય કર્યો છે. 'અંબોલી ટૂરિઝમ લાઇવ' વેબ પૉર્ટલ દ્વારા એ વિશ્વના નકશા પર અંબોલીની વર્ષા ટૂરિઝમ લાવવા માગે છે.
સિંધુદુર્ગ જિલ્લામાં આવેલું અંબોલી ઠંડી હવાના સ્થળ તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત છે. ચોમાસા દરમિયાન અહીં ત્રણ મહિના વરસાદનું પર્યટન ચાલતું હતું, પરંતુ મહામારીને પગલે લાદવામાં આવેલા લૉકડાઉનને કારણે એ હવે ઠપ્પ થઈ ગયું હતું. જોકેહવે આ યુવકના પ્રયાસથી અંબોલી વિસ્તારમાં પર્યટનને પ્રોત્સાહન આપવા અને એક બટનના ક્લિક પર અંબોલી વિસ્તારનું મહત્વ ફેલાવવા માટે નિ:શુલ્ક 'અંબોલી ટૂરિઝમ લાઇવ' બનાવીને અંબોલીને વિશ્વમંચ પર લઈ જવાનું કામ કર્યું છે.
આ પર્યટન પૉર્ટલ પર આંબોલીની મનોહર પ્રકૃતિ, મનમોહક ધુમ્મસ, મુખ્ય વરસાદી ધોધ, આંબોલી ઘાટ, કવલસાડ પૉઇન્ટ, બાબા વૉટરફૉલ (કુંભાવડે) રાતના અંધકારમાં અંબોલીની દુનિયા, રાતના અંધકારમાં પ્રાણીઓના અવાજનો આનંદ પણ હવે ઘરેબેઠાં માણી શકાશે. ઉપરાંત ‘અંબોલી ટૂરિઝમ’નું પૉર્ટલ ટૂંક સમયમાં અપડેટ થઈ જશે અને અંગ્રેજી તેમ જ મરાઠી અને હિન્દીમાં ઉપલબ્ધ થશે.
ઉલ્લેખનીય છે કે અંબોલિ ટૂરિઝમ લાઇવ જોવા માટે લગભગ 5 મહિનામાં 1 લાખથી વધુ લોકોએ નોંધણી કરાવી છે. જુલાઈથી અંબોલી ટૂરિઝમ લાઇવ જોવા મળશે.