News Continuous Bureau | Mumbai
જો તમારે વિદેશ પ્રવાસ(Foreign travel) કરવો હોય તો જરૂરી છે કે તમારી પાસે પાસપોર્ટ(Passport) હોય. થોડા વર્ષો પહેલા સુધી લોકો પાસપોર્ટ મેળવવાથી પણ ડરતા હતા કારણ કે તેની પ્રક્રિયા ખૂબ જ મુશ્કેલ હતી, જોકે હવે એવું નથી. હવે તમે સરળતાથી પાસપોર્ટ બનાવી શકો છો અને ઘરે બેઠા તેના માટે અરજી કરી શકો છો. જો તમે પણ વિદેશ પ્રવાસ કરવા માંગો છો તો આ સમાચાર તમારા માટે કામના છે. કારણ કે આ સમાચારમાં અમે તમને પાસપોર્ટ મેળવવાની પ્રક્રિયા જણાવવા જઈ રહ્યા છીએ જે ખૂબ જ સરળ છે અને તેમાં તમને વધારે સમય પણ લાગશે નહીં. હકીકતમાં હવે જે લોકોને ઝડપથી પાસપોર્ટ જોઈએ છે તેમને સરકાર(Government) દ્વારા તત્કાલ પાસપોર્ટની સુવિધા આપવામાં આવી રહી છે, જેમાં પાસપોર્ટ બનાવવામાં સમય લાગતો નથી. તો ચાલો જાણીએ શું છે તેની પ્રક્રિયા.
આવી રીતે કરો એપ્લાય
1. ઓનલાઈન પાસપોર્ટ(Online Passport) બનાવવા માટે તમારે સૌથી પહેલા પાસપોર્ટ સેવાની (Passport Service) ઓફિશિયલ વેબસાઈટ (Official website) પર જવું પડશે. તેના પછી તમને ત્યાં નવા યુઝરનું બોક્સ દેખાશે, તેના પર ક્લિક કરો. જે પછી તમે રજીસ્ટ્રેશન પેજ (Registration page) પર આવશો. અહીં તમે માંગવામાં આવેલી જાણકારી ભરશો. એક વાત ધ્યાનમાં રાખો, તમે જે શહેરમાં રહો છો તે શહેરની પાસપોર્ટ ઓફિસ પસંદ કરવી, કારણ કે તમારે વેરિફિકેશન માટે તે જ પોસ્ટ ઓફિસમાં જવું પડશે.
2. માંગવામાં આવેલી માહિતી ભર્યા પછી તમારે રજિસ્ટર ટેબ પર ક્લિક કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન કર્યા પછી તમારે પાસપોર્ટ સેવા વેબસાઇટ પર પાછા આવવું પડશે અને લીલા લોગિન બટન પર ક્લિક કરવું પડશે. અહીં તમારું ઈમેલ આઈડી દાખલ કરો અને Continue ઓપ્શન પર ક્લિક કરો.
આ સમાચાર પણ વાંચો : નવરાત્રીના ઉપવાસ દરમિયાન કરવાના છો પ્રવાસ- તો કરો આ નંબર પર કોલ- ટ્રેનમાં મળશે ફરાળી થાળી- જાણો શું છે મેનુમાં
3. અહીં તમારે Apply for Fresh Passport અથવા Issu of Passport પર ક્લિક કરવાનું રહેશે. તમે અહીં ફોર્મ ડાઉનલોડ કરી શકો છો અને તેને ભરી શકો છો અને તેને વેબસાઇટ પર અપલોડ કરવાનો વિકલ્પ પસંદ કરી શકો છો અથવા તમે તેને ઓનલાઇન પણ ભરી શકો છો. ફોર્મ ડાઉનલોડ કરવા અને ભરવા માટે ફોર્મની સોફ્ટ કોપી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરોના (Click here to download the soft copy of the Form) ઓપ્શન પર ક્લિક કરો. જો તમે ઓનલાઈન ફોર્મ ભરવા માંગતા હો, તો તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરોના (Click here to Fill the application online) ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. ફોર્મ ભર્યા પછી વ્યૂ સેવ્ડ સબમિટ એપ્લિકેશન પર ક્લિક કરો. તેના પછી તમારે એપ્લિકેશન માટે પેમેન્ટ કરવું પડશે અને વેરિફિકેશન માટે શેડ્યૂલ લેવું પડશે.
4. ઓનલાઈન પેમેન્ટ કર્યા બાદ તમે પાસપોર્ટ સેવાની વેબસાઈટ પર પહોંચી જશો. અહીં એક નવું પેજ ખુલશે જેના પર એપોઇન્ટમેન્ટ લખેલું હશે. તેના પર ક્લિક કર્યા પછી, તમને એપોઇન્ટમેન્ટની સંપૂર્ણ વિગતો મળશે. હવે તમે પ્રિન્ટ એપ્લિકેશન પર ક્લિક કરીને તેને ડાઉનલોડ કરી શકો છો.
5. પ્રિન્ટ આઉટ કાઢીને જરૂર રાખી લો, કારણ કે પાસપોર્ટ સેવા કેન્દ્રમાં એન્ટ્રી માટે તેની જરૂર પડશે. તેના પછી તમારે પાસપોર્ટ સેવા કેન્દ્ર જવું પડશે. તમામ ડોક્યૂમેન્ટની ચકાસણી અને પોલીસ વેરિફિકેશન પૂર્ણ થયા બાદ તમારો પાસપોર્ટ બની જશે.તત્કાલ પાસપોર્ટ માટે આવી રીતે કરો અરજીજ્યારે તમે પાસપોર્ટ પોર્ટલની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ છો, તો તમારે ન્યૂ યુઝર રજીસ્ટ્રેશન (New User Registration) પર ક્લિક કરવાનું રહેશે. માંગવામાં આવેલી માહિતી ભર્યા પછી તમારી પાસે બે ઓપ્શન હોય છે, પહેલો ઓપ્શન Fresh માટે, જ્યારે બીજો વિકલ્પ Re Issue માટે છે. તેને પસંદ કર્યા પછી, તમારે તત્કાલ વિકલ્પ પસંદ કરવો પડશે. પોલીસ વેરિફિકેશન પછી તમારો પાસપોર્ટ 10 થી 15 દિવસમાં Speed Post દ્વારા તમને ઘરે પહોંચાડવામાં આવશે, જેથી તમે સરળતાથી વિદેશ પ્રવાસ કરી શકશો.