દર વર્ષે 21 ઓક્ટોબરના રોજ પોલીસ સ્મૃતિ દિવસ ઉજવવામાં આવે છે. પરંતુ આ વર્ષે આ દિવસનું મહત્વ વધી ગયું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા મહિનાઓથી, દેશભરમાંથી પોલીસ અધિકારીઓ કોવિડ -19ના સક્ર્મણને રોકવા માટે પોતાના જીવને જોખમમાં મૂકી દિવસ -રાત કામ કરી રહ્યા છે. દેશવ્યાપી લોકડાઉનના અમલીકરણમાં પોલીસની ભૂમિકા સૌથી મહત્વની રહી છે. આ વર્ષે કોરોનાના કારણે 343 પોલીસકર્મીઓના મોત થયા છે.
પોલીસ સ્મૃતિ દિવસનો ઇતિહાસ 55 વર્ષ જૂનો છે. 21 ઓક્ટોબર, 1959 ના રોજ જ્યારે ચીની દળોએ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) ની પેટ્રોલિંગ પાર્ટી પર હુમલો કર્યો હતો અને ભારત-તિબેટી સીમા પર દેશ માટે લડત ચાલુ રાખતાં 10 જવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. અન્યની સલામતી માટે લડતા અને કાયદો અને વ્યવસ્થાના યોગ્ય અમલીકરણને સુનિશ્ચિત કરે તેવા પોલીસ અધિકારીઓને શ્રધ્ધાંજલિ આપવા દર વર્ષે દેશના તમામ કેન્દ્રીય પોલીસ સંગઠનો અને તમામ રાજ્યોની સિવિલ પોલીસ દ્વારા "પોલીસ સ્મૃતિ દિવસ" તરીકે ઉજવવામાં આવે છે.