News Continuous Bureau | Mumbai
વિયતનામ (Vietnam) એક એવો દેશ છે જે પર્યટન (Tourism) માટે જાણીતો નથી. જોકે હવે ત્યાંની સરકારે પર્યટકોને (tourists) આકર્ષવા માટે અનેક યોજનાઓ બનાવી છે. હાલ ટ્વીટર પર એક જાહેરાતે ધૂમ મચાવી છે. આ જાહેરાત વિયેતનામ એરલાઇન્સની (Vietnam Airlines) છે. જાહેરાતમાં દાવો કરવામાં આવ્યો છે કે વિયેતનામ એરલાઇન્સ ભારતીય પર્યટકો (Indian tourists) માટે માત્ર નવ રૂપિયામાં ભારતથી વિયેતનામ જવાની ટિકિટ આપી રહી છે. આ ઓફર ૩૧ ડિસેમ્બર સુધી ચાલુ છે. ગત 15મી ઓગસ્ટે આ ઓફર ચાલુ થઈ હતી. જોકે એરલાઇન્સે સ્પષ્ટતા કરી છે કે આ માત્ર એર ટિકિટ ચાર્જ છે આ ઉપરાંત એરપોર્ટ સર્વિસ ચાર્જ (Airport service charge) અને ટેક્સ અલગથી આપવાનો રહેશે. ઉલ્લેખનીય છે કે ભારતની નજીક માં આવેલું માલી ટાપુ પણ બહુ પ્રચલિત નહોતું. જો કે ત્યાંની સરકારે ભારતીયોને સૌથી વધુ પ્રાધાન્ય આપવાનો નિર્ણય કર્યો અને ત્યારબાદ આ ટાપુનો વેપાર અનેક ગણો વધી ગયો છે. એવું લાગી રહ્યું છે કે અન્ય દેશો પણ હવે ભારતીય પર્યટકોને આકર્ષવા માટે દિલોજાનથી કોશિશ કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો: ચાણક્ય નીતિ: વ્યક્તિનો જ્યારે ખરાબ સમય આવે ત્યારે આ 3 વાતો રાખો ધ્યાન, મળશે દરેક સમસ્યાનું સમાધાન..
ઓફરની વધુ વિગતો મેળવવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.