ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 ઑક્ટોબર, 2021
બુધવાર
ગીરના જંગલની બહાર જાહેર રસ્તા પર સિંહોના આવી જવાના વીડિયો અવારનવાર સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. આવી ઘણી ઘટનાઓ સામે આવતી રહે છે, પરંતુ હાલ સોશિયલ મીડિયામાં એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને લોકોને હસવું પણ આવી રહ્યું છે અને હેરાની પણ થઈ રહી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જંગલનો રાજા સિંહ જાહેર શૌચાલયમાંથી બહાર આવતો જોવા મળી રહ્યો છે. ઇન્ટરનેટ પર આ વીડિયો જોયા બાદ લોકો ખૂબ જ આશ્ચર્ય પામી રહ્યા છે અને કેટલાક લોકો આ વીડિયોનો આનંદ માણી રહ્યા છે. મીડિયા રિપૉર્ટ અનુસાર આ વીડિયો જંગલ સફારી દરમિયાન રેકૉર્ડ કરવામાં આવ્યો હોઈ શકે છે. ચાલતી કારમાંથી આ રેકૉર્ડિંગ કરવામાં આવ્યુ છે. જેમ જેમ કાર સાર્વજનિક શૌચાલયની નજીક આવે છે, સિંહ શૌચાલયના દરવાજામાંથી બહાર નીકળતો જોવા મળે છે.
રાવણનો કિરદાર નિભાવીને પ્રસિદ્ધ બનેલા અરવિંદ ત્રિવેદી વિશે જાણો
જોકે આ વીડિયો ક્યાંનો છે અને ક્યારનો છે એ અંગે પુષ્ટિ થઈ શકી નથી, પરંતુ સોશિયલ મીડિયામાં આ વીડિયોને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. ઘણા યુઝર્સ કૉમેન્ટ કરીને જણાવી રહ્યા છે, સુલભ શૌચાલય બધાના માટે હોય છે, એમાં માણસો નહીં, જંગલનો રાજા પણ જઈ શકે છે. તો કેટલાક યુઝર્સ એમ પણ કહી રહ્યા છે કે આ સમજદાર સિંહ છે, ખુલ્લામાં શૌચ જવાના બદલે સુલભ શૌચાલયમાં જઈ રહ્યો છે.