Site icon News Continuous Bureau | Mumbai

વર્ષોથી ચાલી રહેલ શોધ-ખોળને મળી સફળતા, દરિયામાં ડૂબેલ શહેર મળી આવ્યું; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 ઑક્ટોબર, 2021 
સોમવાર

વિશ્વના કોઇપણ દેશમાં કોઈને કોઈ પ્રાચીન ઐતિહાસિક વસ્તુઓ અથવા તેના પુરાવા મળી આવે છે. એવી જ એક વાત સામે આવી છે.

Join Our WhatsApp Channel

વાત જાણે એમ છે કે ઇજિપ્તના તળિયા વગરના સમુદ્રમાં એક ગુમ થયેલ શહેર મળી આવ્યું છે. આ શહેર સેંકડો વર્ષો પહેલા અદૃશ્ય થઈ ગયું હતું.

પરંતુ આ શહેરમાંથી જે વસ્તુ મળી છે તે જોઈને સમગ્ર વિશ્વ ચોંકી ગયું છે. વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે ઇજિપ્તના દરિયાકિનારાથી દૂર થોનિસ-હેરાકલીઓનમાં આ પ્રાચીન લુપ્ત શહેરની શોધ થઈ છે.વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે મળી આવેલ વસ્તુઓ દુર્લભ અને આશ્ચર્યજનક છે. આ શહેરની શોધ કોઈ ખજાનાથી ઓછી નથી. વિશાળ મંદિરનો મોટો ભાગ દરિયાની અંદરથી મળી આવ્યો છે, જેમાં રાખવામાં આવેલી બોટ પણ પુરાતત્વવિદોને મળેલ છે.

યુરોપિયન ઇન્સ્ટિટ્યૂટ ફોર અંડરવોટર આર્કિયોલોજી (IEASM)ની ટીમે આ ગુપ્ત શહેર શોધવામાં સફળતા મેળવી છે. આ ટીમનું નેતૃત્વ ફ્રેન્ચ પુરાતત્વવિદ્ ફ્રેન્ક ગોડિયોએ કર્યું હતું અને ઘણા વર્ષોથી શહેરની શોધખોળ ચાલી રહી હતી. IEASM એ ગયા મહિને એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઇજિપ્તના પ્રવાસન અને પુરાતન મંત્રાલયના સહયોગથી, અબુકિરના અખાતમાં થોનિસ-હેરાકલીઓન નામના સ્થળે શરૂ કરેલ તેમના મિશનને "અત્યંત રસપ્રદ પરિણામો" મળ્યા છે.

સારા સમાચાર : ભારતમાં આગામી સમયમાં વીજળી અછતનું સંકટ આ રીતે દૂર થશે; જાણો વિગત

પુરાતત્વીય ખજાના થોનિસ-હેરાકલીઓનના સ્થળે મળી આવ્યા છે, જેમાં ગ્રીક સિરામિક્સ અને ફળોથી ભરેલી 2,400 વર્ષ જૂની ટોપલીઓ મળી આવી છે. તમને જણાવી દઈએ કે 331 બીસીમાં એલેક્ઝાન્ડર ધ ગ્રેટ દ્વારા એલેક્ઝાન્ડ્રિયાની સ્થાપના પહેલા થોનિસ-હેરાકલીઓન ઇજિપ્તનું સૌથી મોટું ભૂમધ્ય બંદર હતું. અહેવાલ મુજબ, શહેર સમુદ્રની નીચે સંપૂર્ણપણે ડૂબી ગયું હતું અને સર્ચ ટીમને ઉત્તર-પૂર્વ પ્રવેશ નહેરની બાજુમાં એક મોટા ટુમુલસના અવશેષો મળ્યા હતા.  ટુમુલસ એટલે સ્મશાન. 4 થી સદી પૂર્વેની શરૂઆતથી દફન પ્રક્રિયા હાથ ધરવામાં હતી. ટુમુલસ લગભગ 60 મીટર (197 ફૂટ) લાંબુ અને આઠ મીટર (26 ફૂટ) પહોળું છે, અને ચારે બાજુ ટાપુઓથી ઘેરાયેલું છે. તે એક પ્રકારના ટાપુ જેવું લાગે છે.

 સંશોધન ટીમના વડા, ગોડિયોએ કહ્યું કે, “દરેક જગ્યાએ અમને બળેલી સામગ્રીઓના પુરાવા મળ્યા છે. એવું લાગે છે કે ત્યાં અદભૂત ઉજવણીઓ થઈ હશે અને તે સ્થળ સેંકડો વર્ષોથી સીલ કરવામાં આવ્યું હશે. કારણકે ચોથી સદી પૂર્વેની શરૂઆતથી અમને કશું મળ્યું નથી, ભલે પછી તે શહેર વર્ષો સુધી જીવંત રહ્યું હોય. આ સાથે પુરાતત્વવિદોએ બીજી આશ્ચર્યજનક શોધ કરી છે.  આ દફન વિસ્તારમાંથી દુર્લભ વસ્તુઓનો કચરો મળી આવ્યો છે, જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. વૈજ્ઞાનિકોને દ્રાક્ષ અને દ્રાક્ષના બીજથી ભરેલા પ્રદેશમાંથી ફળોની ટોપલીઓ મળી છે. આ ફળો હજુ તાજા છે. આ સિવાય આફ્રિકન તાર વૃક્ષનું ફળ પણ આ વિસ્તારમાંથી મળી આવ્યું છે, જે ઘણી વખત કબરો પર જોવા મળે છે. તપાસ ટીમે કહ્યું છે કે, આ બધી વસ્તુઓ સેંકડો વર્ષોથી પાણીની નીચે અસ્પૃશ્ય છે. એવું લાગે છે કે તેમને સુરક્ષિત ભૂગર્ભ ઓરડામાં રાખવામાં આવ્યા છે અથવા દેવતાને પ્રસાદ આપ્યા પછી તેમને દફનાવવામાં આવ્યા હશે. ”

IEASM ની તપાસ ટીમે કહ્યું છે કે આ શહેરની તપાસમાં એવું જાણવા મળ્યું છે કે અહીં ગ્રીક વેપારીઓની હાજરી હોવી જોઈએ અને ભાડૂતી માણસો અહીં ચોકી કરતા હશે અને આ શહેર ખૂબ જ સુંદર હોવું જોઈએ. આ સૈનિકો થોનિસ-હેરાકલીઓન શહેરમાં રહેતા હતા, જે નાઇલ નદીની કેનોપિક શાખાના મુખ પર ઇજિપ્તના પ્રવેશને નિયંત્રિત કરે છે. ગ્રીક લોકોને ફેરોનિક સમયગાળાના અંતમાં શહેરમાં સ્થાયી થવાની મંજૂરી આપવામાં આવી હતી અને અમુનના વિશાળ મંદિરની નજીક અભયારણ્યો બાંધ્યા હતા. જો કે, વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે દરિયામાં ભરતીના મોજા પછી ઘણા ભૂકંપ આવ્યા હશે જેના કારણે શહેરનો 110 ચોરસ કિલોમીટર ભાગ દરિયાની અંદર ડૂબી ગયો હશે.

સુરેન્દ્રનગરમાં બાઈક ચોરનારી ટોળકીમાંનો આ અભિનેત્રીનો ભત્રીજો નીકળ્યો.. જાણો વિગત

Aurangzeb Ban On Diwali Firecrackers ઔરંગઝેબે દિવાળી પર ફટાકડા ફોડવા સામે કેમ લગાવી હતી પાબંધી? જાણો મુઘલ શાસનમાં હિન્દુઓએ કેવી રીતે ઉજવ્યો હતો તહેવાર
History Of Lalbaug And Lalbaugcha Raja ‘લાલબાગ’ નામ કેવી રીતે પડ્યું? લાલબાગચા રાજાના દરબાર અને ગિરણી કામદારો પાછળ છુપાયેલો રસપ્રદ ઇતિહાસ
India Independence at Midnight દિવસે કેમ નહીં, રાત્રે જ કેમ? ભારતની આઝાદીના સમય પાછળ છુપાયેલી રસપ્રદ કુંડળી અને નહેરુનો માસ્ટરપ્લાન
IRCTC Khajuraho Shiva Temple Tour Package ખજુરાહોના ઐતિહાસિક શિવ મંદિરોના દર્શન કરો બજેટમાં! IRCTC લાવ્યું અદ્ભુત ટૂર પેકેજ!
Exit mobile version