News Continuous Bureau | Mumbai
Apple Muffins : હાલ દેશભરમાં નાતાલનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. બાળકો માટે નાતાલનું વિશેષ મહત્વ છે. આ દિવસોમાં તેમના પ્રિય સાંતા તેમના માટે વિવિધ પ્રકારની ભેટો લાવે છે. ક્રિસમસ ગિફ્ટ્સની સાથે, બાળકોને તેમની મનપસંદ વસ્તુઓ જેમ કે કેક, મફિન્સ વગેરે ખાવાનો આનંદ મળે છે. તેવામાં બાળકોની ડિમાન્ડને પહોંચી વળવા ઘરે જ બનાવો એપલ મફિન્સ, જે ખાવામાં હેલ્ધી અને સ્વાદિષ્ટ છે.
એપલ મફિન્સ બનાવવા માટેની સામગ્રી-
-1 1/4 કપ સમારેલા સફરજન
-1/4 ચમચી તજ પાવડર
-1 કપ લોટ
-1/2 ચમચી ખાવાનો સોડા
– એક ચપટી મીઠું
-1/2 કપ ખાંડ
-1/2 ટીસ્પૂન વેનીલા એસેન્સ
-3 ચમચી ઓગાળેલું માખણ
-1/2 ટીસ્પૂન વિનેગર
– ગાર્નિશિંગ માટે તજ પાવડર
આ સમાચાર પણ વાંચો : PM Modi Ayodhya Visit: પ્રધાનમંત્રી 30 ડિસેમ્બરનાં રોજ અયોધ્યાની મુલાકાત લેશે
એપલ મફિન કેવી રીતે બનાવશો-
સફરજનના મફિન્સ બનાવવા માટે, સૌથી પહેલા એક મોટા બાઉલમાં લોટ, ખાવાનો સોડા, તજ પાવડર અને મીઠું ચાળી લો. બાદમાં એક નોનસ્ટિક પેનમાં અડધો કપ પાણી ગરમ કરો અને તેમાં ખાંડ ઉમેરો. પછી આ બધી ઘટકોને સારી રીતે મિક્સ કરો અને સતત હલાવતા રહીને મધ્યમ તાપ પર બે મિનિટ સુધી ગરમ કરો. બાદમાં ગેસ બંધ કરી દો. ખાંડ ઓગળી જાય એટલે આ મિશ્રણમાં વેનીલા એસેન્સ, માખણ અને વિનેગર ઉમેરો અને મિક્સ કરો. હવે આ મિશ્રણને લોટના મિશ્રણમાં ધીમે ધીમે ઉમેરો અને મિશ્રણને હલાવતા રહો. જ્યારે મિશ્રણ બરાબર મિક્સ થઈ જાય ત્યારે તેમાં સફરજનના ટુકડા નાખીને મિક્સ કરો. મફિન ટીનમાં બટર પેપર કપ મૂકો. બાદમાં દરેક મોલ્ડમાં થોડું તૈયાર મિશ્રણ ઉમેરો અને તેને બરાબર સેટ કરો. ઉપર થોડો તજ પાવડર છાંટવો. મફિન્સને પ્રીહિટેડ ઓવનમાં 180 ડિગ્રી સેલ્સિયસ પર 20 મિનિટ માટે પકાવો. ગરમાગરમ સર્વ કરો.