Site icon News Continuous Bureau | Mumbai

Bread Pakora Recipe ચોમાસાની મજા વધારશે ગરમાગરમ ‘બ્રેડ પકોડા’ ઘરે બનાવો એકદમ ક્રિસ્પી અને સ્પાઈસી રેસિપી

Bread Pakora Recipe બહારના ખોરાકને બદલે ઘરે બનાવો ચટપટા બ્રેડ પકોડા (Bread Pakora Recipe), જાણો બનાવવાની સરળ રીત

Bread Pakora Recipe  ચોમાસાની મજા વધારશે ગરમાગરમ 'બ્રેડ પકોડા' ઘરે બનાવો એકદમ ક્રિસ્પી અને સ્પાઈસી રેસિપી

Bread Pakora Recipe ચોમાસાની મજા વધારશે ગરમાગરમ 'બ્રેડ પકોડા' ઘરે બનાવો એકદમ ક્રિસ્પી અને સ્પાઈસી રેસિપી

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Bread Pakora Recipe વરસાદી વાતાવરણમાં ગરમાગરમ ચા સાથે કંઈક ચટપટું ખાવાની ઈચ્છા કોને ન થાય? આવા સમયે ‘બ્રેડ પકોડા’ (Bread Pakora Recipe) એક શ્રેષ્ઠ વિકલ્પ છે. બહારનું ખાવાને બદલે ખૂબ જ સરળ સામગ્રીમાંથી ઘરે જ ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો કેવી રીતે બનાવવો, તેની આ રહી સંપૂર્ણ રીત.

Bread Pakora Recipe – બ્રેડ પકોડા બનાવવા માટે જરૂરી સામગ્રી

સ્વાદિષ્ટ બ્રેડ પકોડા (Bread Pakora Recipe) બનાવવા માટે ૬ બ્રેડ સ્લાઈસ, ૨ કપ બેસન અને ૨ ચમચી ચોખાનો લોટ જોઈશે. મસાલાઓમાં ૧ ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણા-જીરું પાવડર, પા ચમચી અજમો (Carom Seeds), ચપટી હિંગ અને સ્વાદ મુજબ મીઠું લો. આ ઉપરાંત, તાજી કોથમીર, તળવા માટે તેલ અને જરૂર મુજબ પાણી લેવું. ચોખાનો લોટ ઉમેરવાથી પકોડા વધારાના કુરકુરા (Crispy) બને છે.

Bread Pakora Recipe – સ્ટેપ-બાય-સ્ટેપ બનાવવાની રીત

સૌ પ્રથમ એક વાસણમાં બેસન અને ચોખાનો લોટ લો. તેમાં ઉપર દર્શાવેલા તમામ મસાલા, મીઠું અને સમારેલી કોથમીર ઉમેરો. થોડું-થોડું પાણી રેડીને મધ્યમ ઘટ્ટ ખીરું (Batter) તૈયાર કરો, જેથી તેમાં ગાંઠો ન રહે. આ ખીરાને ૧૦ મિનિટ માટે રહેવા દો. હવે બ્રેડના સ્લાઈસના બે ત્રિકોણ ટુકડા કરો. કઢાઈમાં તેલ ગરમ મૂકો. બ્રેડના ટુકડાને ખીરામાં ડુબાડીને ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન (Golden Brown) થાય ત્યાં સુધી તળી લો.

Bread Pakora Recipe – સર્વિંગ ટીપ અને સાવચેતી

તળેલા પકોડાને ટીશ્યુ પેપર (Tissue Paper) પર કાઢો જેથી વધારાનું તેલ નીકળી જાય. ગરમાગરમ બ્રેડ પકોડા (Bread Pakora Recipe) ને ફુદીનાની તીખી ચટણી, ટોમેટો કેચઅપ અથવા ખાટી-મીઠી આમલીની ચટણી સાથે સર્વ કરો. વરસાદની સિઝનમાં બહારના ખુલ્લા ખોરાકથી દૂર રહેવું હિતાવહ છે, તેથી આ પ્રકારનો તાજો નાસ્તો પરિવારના સ્વાસ્થ્ય માટે પણ સારો રહે છે. તો આજે જ આ સરળ રેસિપી ટ્રાય કરો અને વરસાદની મજા માણો!

👉 આ સમાચાર વાચો:
130th Constitutional Amendment Bill નવા કાયદાની તૈયારી! ૩૦ દિવસ જેલમાં રહેનાર નેતાઓના પદ આપોઆપ જશે, સરકાર લાવી શકે છે મોટું બિલ

Kaju Anjeer Barfi Recipe ખાંડ અને માવા વગર ઘરે જ બનાવો હેલ્ધી અને ટેસ્ટી કાજુઅંજીર બરફી, સરળ છે રીત..
Suji Jalebi Recipe હલવાઈ જેવી ક્રિસ્પી સોજીની જલેબી હવે બનાવો ઘરે સાવ સહેલી રીતથી, મિનિટોમાં તૈયાર થશે રસીલી મિઠાઈ
Kala Chana Chole Recipe ઘરે જ બનાવો બજાર જેવા સ્વાદિષ્ટ અને મસાલેદાર કાળા ચણાના છોલે, નોંધી લો સરળ રીત
Sabudana Aloo Chilla Recipe વ્રત અને ઉપવાસ માટે બેસ્ટ ઓપ્શન, આ રીતે મિનિટોમાં બનાવો ક્રિસ્પી સાબુદાણાબટાટાના ચીલ્લા..
Exit mobile version