News Continuous Bureau | Mumbai
Crispy Onion Dosa Recipe સવારના ભાગદોડ ભર્યા સમયમાં નાસ્તામાં શું બનાવવું તે ગૃહિણીઓ માટે હંમેશાં મોટો પ્રશ્ન હોય છે. જો તમે રોજિંદા પૌઆ, પરોઠા કે બેસનના ચીલા ખાઈને કંટાળી ગયા હો અને પરિવાર માટે કંઈક સ્વાદિષ્ટ, કરકરું અને નવું બનાવવા માંગતા હો, તો ‘ઓનિયન ઢોસા’ (Onion Dosa) એક શાનદાર વિકલ્પ છે. ઝીણી સમારેલી ડુંગળી, લીલાં મરચાં, જીરું અને કોથમીરના મિશ્રણ સાથે બનતો આ ક્રિસ્પી ઢોંસા માત્ર સ્વાદમાં જ લાજવાબ નથી લાગતો, પરંતુ ગણતરીની મિનિટોમાં તૈયાર પણ થઈ જાય છે. બાળકોના લંચ બોક્સ માટે કે સવારના બ્રેકફાસ્ટ માટે તે એકદમ પરફેક્ટ સાઉથ ઇન્ડિયન વાનગી છે.
Crispy Onion Dosa Recipe – ઓનિયન ઢોસા માટેની જરૂરી સામગ્રી
સ્વાદિષ્ટ અને ક્રિસ્પી ઓનિયન ઢોંસા બનાવવા માટે ૨ કપ ઢોંસાનું તૈયાર ખીરું (બેટર), ૧ મોટી ઝીણી સમારેલી ડુંગળી, ૧ થી ૨ બારીક સમારેલાં લીલાં મરચાં, ૧ ચમચી જીરું, ઝીણી સમારેલી તાજી કોથમીર, સ્વાદ મુજબ મીઠું અને શેકવા માટે તેલ અથવા બટરની જરૂર પડે છે. જો તમે ઈન્સ્ટન્ટ રવા ઓનિયન ઢોસા બનાવવા માંગતા હો, તો સોજી અને ચોખાના લોટનું પાતળું ખીરું બનાવીને પણ આ જ રીતે મિનિટોમાં બનાવી શકાય છે.
Crispy Onion Dosa Recipe – તવા પર ઢોસા ફેલાવવાની અને ડુંગળી પાથરવાની રીત
સૌ પ્રથમ નોનસ્ટિક અથવા લોખંડના તવાને ગરમ કરો અને તેના પર થોડું પાણી છાંટીને સ્વચ્છ કપડાથી સાફ કરી લો જેથી તવાનું તાપમાન સંતુલિત થઈ જાય. હવે એક મોટો ચમચો ભરીને ખીરું તવા વચ્ચે રેડો અને ગોળાકારમાં પાતળું ફેલાવો. ઢોસા સહેજ સુકાવા લાગે એટલે તેના પર ઝીણી સમારેલી ડુંગળી, લીલાં મરચાં, જીરું અને કોથમીર સરખી રીતે ભભરાવો. તવીથા વડે ડુંગળીને હળવેથી દબાવો જેથી તે ખીરા સાથે ચોંટી જાય.
Crispy Onion Dosa Recipe – કરકરો શેકવો અને પીરસવાની ટિપ્સ
હવે ઢોંસાની કિનારીઓ અને વચ્ચે થોડું તેલ, ઘી અથવા બટર લગાવો. ધીમાથી મધ્યમ તાપે ઢોંસાને ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકાવા દો. ડુંગળી સહેજ કેરેમેલાઇઝ થઈને સોનેરી રંગ પકડે એટલે ઢોસાને વાળીને પ્લેટમાં ઉતારી લો. આ ગરમાગરમ કરકરા ઓનિયન ઢોંસાને નાળિયેરની ચટણી, ટામેટા-ડુંગળીની તીખી ચટણી અને ગરમ સાંભાર સાથે પીરસો. તેનો ક્રિસ્પી સ્વાદ પરિવારના તમામ સભ્યોને ખૂબ જ પસંદ આવશે.
👉 આ સમાચાર વાચો:
India Crude Oil Imports ભારતની ક્રૂડ ઓઇલ આયાતમાં રશિયાનો દબદબો યથાવત સસ્તા તેલની ખરીદીમાં ફરી જોરદાર ઉછાળો, નવા સપ્લાયર્સ પણ રેસમાં