News Continuous Bureau | Mumbai
Dal Palak Recipe : દરેક ઘરમાં દરરોજ લંચ અથવા ડિનરમાં કંઈક ખાસ ખાવાની માંગ હોય છે. પરંતુ સ્ત્રીઓ ઘણીવાર ચિંતા કરે છે કે દરેકને તંદુરસ્ત અને પોષણયુક્ત ખોરાક મળવો જોઈએ. જો તમારા ઘરમાં પણ ટેસ્ટી ખાવાની ડિમાન્ડ છે તો બનાવો ટેસ્ટી દાળ પાલક. જેનો સ્વાદ બધાને ગમશે અને પોષણથી ભરપૂર આ રેસીપી સ્વાસ્થ્ય માટે પણ છે બેસ્ટ. એટલું જ નહીં, જો તમે વજન ઘટાડવા માટે હેલ્ધી લંચનો વિકલ્પ શોધી રહ્યા છો, તો આ દાળ એકદમ પરફેક્ટ છે. આવો જાણીએ દાળ પાલક બનાવવાની રીત.
દાળ પાલક માટેની સામગ્રી
100 ગ્રામ પાલક
એક કપ ચણાની દાળ
બે થી ત્રણ ડુંગળી
4-5 ટામેટાં
આદુ-લસણની પેસ્ટ
હળદર પાવડર
સ્વાદાનુસાર મીઠું
ધાણા પાવડર
3 સૂકા લાલ મરચા
1 ચમચી રાઈ
1 ચમચી જીરું
1 મોટી ચમચી તેલ
5-6 બારીક સમારેલુ લસણ
આ સમાચાર પણ વાંચો : Mumbai: મુંબઈમાં રસ્તા પરના ખાડાઓને કારણે મુંબઈવાસીઓના હાલ બેહાલ.. આ ખાડાઓથી ઉત્પન્ન થતી શારરીક સમસ્યાઓ.. આનું જવાબદાર કોણ?.. વાંચો અહીંયા સમગ્ર વિગત….
સૌ પ્રથમ પાલકને સારી રીતે ધોઈને સમારી લો. પછી દાળને ધોઈને પ્રેશર કુકરમાં મુકો. હવે તેમાં મીઠું અને હળદર ઉમેરીને પાણી મિક્સ કરો અને ત્રણથી ચાર સીટી વગાડો. ચણાની દાળ બફાઈ જાય એટલે ગેસ બંધ કરી દો.
એક મોટી કડાઈ લો, હવે તેમાં તેલ ગરમ કરવા મુકો અને તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરી ને તતડવા દો. રાઈ તતડે એટલે તેમાં જીરું ઉમેરી ને તતડે એટલે લીલા મરચા અને આદુ લસણની પેસ્ટ ઉમેરો. 2 મિનિટ સાંતળી ને એમાં ડુંગળી ઉમેરો. ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેમાં ટમેટા ઉમેરો. ધીમા તાપે 2થી 3 મિનિટ સાંતળી ને એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર ઉમેરવા. ટામેટા સરસ સંતળાય એટલે એમાં ધાણાજીરું ઉમેરી ને વધુ સાંતળી લો અને પછી એમાં પાલક ઉમેરો.
પાલક નું પાણી છૂટે એટલે તેમાં બાફેલી દાળ ઉમેરી ને ૧/૨ કપ પાણી નાખો. સરસ રીતે હલાવી ને આમાં હલ્દી, ધાણાજીરું પાવડર અને લાલ મરચું પાવડર ઉમેરો અને ૫ મિનિટ ઉકાળવા દો. દાળ ઊકળે એટલે લીંબુનો રસ ઉમેરો. ૩ મિનિટ જેવું વધારે ઉકાળી ને ગેસ બંધ કરી દો. હવે એમાં બીજો વઘાર કરવો. એના માટે વાઘરીયા માં ઘી ગરમ કરીને એમાં જીરું, સૂકા લાલ મરચા અને કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી ને બનાવેલી દાળ પાલક પર રેડી દો. તૈયાર છે સ્વાદિષ્ટ ગરમાગરમ દાળ પાલક. તેને જીરા રાઈસ અથવા મટર પુલાવ સાથે ગરમાગરમ સર્વ કરો.