દિવાળીમાં ઓછી સામગ્રીમાં બનાવવો ટેસ્ટી નાળિયેરની બરફી, નોંધી લો રેસિપી

આ દિવાળી પર નાળિયેરમાંથી બનેતી સ્પેશિયલ નાળિયેર બરફી એ પરંપરાગત મીઠાઈ તમે પણ બનાવવા માંગો છો, તો નોંધી લો આ રેસિપી...

by NewsContinuous Bureau
coconut barfi Recipe

News Continuous Bureau | Mumbai 

coconut barfi Recipe: તહેવાર આવવાની સાથે મીઠાઇ ખાવાનું મન થઇ જાય છે. તેમાં પણ નાળિયેરમાંથી બનેતી સ્પેશિયલ નાળિયેર બરફી એ પરંપરાગત મીઠાઈ છે. તેને તહેવારોની સિઝનની સાથે જ અન્ય કોઈપણ પ્રસંગે બનાવી શકાય છે. નાળિયેરની બરફી(coconut barfi) બનાવવામાં સરળ છે સાથે જ સ્વાદમાં ટેસ્ટી(Delicious) હોય છે. તો આવો જાણીએ સરળ રીતે બનતી નાળિયેરની બરફી રેસિપી…

 

સામગ્રી
  • નાળિયેર – 1 સૂકું છીણેલું
  • દૂધ – 1 કપ
  • એલચી પાવડર – 1 ચમચી
  • ખાડ – ½ કપ
  • ઘી – 1 ચમચી
  • ડ્રાય ફ્રૂટ્સ – બદામ, કાજુ ઝીણા સમારેલા

 

બનાવવાની રીત
  • નાળિયેરની બરફી બનાવવા માટે સૌથી પહેલા એક કડાઈમાં ઘી(Ghee) ગરમ કરો. પછી તેમાં નાળિયેર નાખીને ધીમી આંચ પર સતત હલાવતા રહો.
  • 2 મિનિટ પછી તેમાં દૂધ(Milk), ખાંડ નાખીને 10 મિનિટ સુધી પકાવો, પછી તેમાં એલચી પાવડર મિક્સ કરો અને મિશ્રણ ઘટ્ટ થઈ જાય ત્યા સુધી પકાવો. ત્યાર પછી એક થાળીમાં ઘી લગાનીને ફેલાવી દો.
  • પછી તેમાં નાળિયેર(coconut)નું મિશ્રણ નાખીને ફેલાવી દો અને તેની ઉપર ડ્રાય ફ્રૂટ્સ(Dry fruits) મૂકીને ચારે બાજુ ફેલાવી દો. ત્યારબાદ આ થાળીને ફ્રિજમાં મૂકી દો.
  • 2/3 કલાક પછી ફ્રિજમાંથી કાઢીને તેને બરફીના આકારમાં કાપી લો. તો તૈયાર છે નાળિયેરની ટેસ્ટી બરફી.

આ સમાચાર પણ વાંચોઃ Diwali Gift Ideas: દિવાળીમાં પ્રિયજનને ગિફ્ટ આપીને તહેવારને ખાસ બનાવા માંગો છો, તો આપો રાશિ અનુસાર ગિફ્ટ

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More