Site icon News Continuous Bureau | Mumbai

Dry Chilli Paneer : હોટ અને સ્પાઈસી રેસ્ટોરન્ટ સ્ટાઈલમાં ઘરે જ બનાવી તમારા નાસ્તાને ચટપટો બનાવો..

Dry Chilli Paneer : તમે આ રેસીપી સાંજના નાસ્તામાં અથવા કોઈપણ પાર્ટીમાં સાઇડ ડીશ તરીકે સર્વ કરી શકો છો. તો ચાલો વિલંબ કર્યા વિના જાણીએ કે સુકા મરચા પનીરની આ સ્વાદિષ્ટ વાનગી કેવી રીતે બનાવવી…

News Continuous Bureau | Mumbai 
Dry Chilli Paneer : જો તમે ચાઈનીઝ ફૂડ ખાવાના શોખીન છો અને ડ્રાય ચીલી પનીર ખાવાનું ખૂબ પસંદ કરો છો, તો આ રેસીપી ખાસ તમારા માટે છે. આ રેસીપી ને અનુસરીને, તમે રેસ્ટોરન્ટ જેવું સ્વાદિષ્ટ ડ્રાય ચીલી પનીર ઘરે સરળતાથી બનાવી શકો છો. ડ્રાય ચીલી પનીરની આ રેસીપી બનાવવા માટે કેપ્સીકમ અને પનીરનો ઉપયોગ કરવામાં આવે છે. તમે આ રેસિપી ને સાંજે નાસ્તામાં અથવા પાર્ટીમાં સાઇડ ડિશ તરીકે પણ સર્વ કરી શકો છો. તો ચાલો વિલંબ કર્યા વિના જાણીએ કે ડ્રાય ચીલી પનીરની આ ટેસ્ટી રેસીપી કેવી રીતે બનાવવી.

ડ્રાય ચીલી પનીર બનાવવા માટેની સામગ્રી-

-500 ગ્રામ પનીર
-2 લાલ કેપ્સીકમ
– 250 ગ્રામ ડુંગળી
-1 ચમચી આદુ પાવડર
-50 ગ્રામ લીલા મરચા
– 2 ચમચી સેઝવાન સોસ
-4 ચમચી આદુ
-2 પીળા કેપ્સીકમ
-2 ચમચી બટર
– 2 ચમચી સોયા સોસ
-4 ચમચી ટોમેટો કેચપ
-4 ચમચી લસણની પેસ્ટ
-2 ચમચી મકાઈનો લોટ
-2 ચમચી વિનેગર
-1 કપ તેલ
– 2 ચમચી લીલા મરચાની ચટણી
– 2 ચમચી મીઠું (સ્વાદ મુજબ)

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : WhatsApp Update: ધમાકેદાર! મેટા કંપની વોટ્સએપમાં લાવી રહ્યું છે આ નવુ ફિચર.. જાણો સંપુર્ણ વિગતો અહીં…

ડ્રાય ચીલી પનીર બનાવવાની રીત-

ડ્રાય ચીલી પનીર બનાવવા માટે સૌપ્રથમ પનીર, ડુંગળી અને કેપ્સીકમ ને નાના ક્યુબ્સ માં કાપી લો. આ પછી, સમારેલા કેપ્સિકમને પાણીથી ધોઈ લો અને તેને બાજુ પર રાખો. હવે આદુને છોલીને એક નાના બાઉલમાં બારીક કાપી લો. પછી લીલા મરચાને કાપી લો. હવે એક નાના બાઉલમાં પનીર નાખો, તેમાં કોર્ન ફ્લોર, મીઠું, આદુ પાવડર, વિનેગર અને મરચાં ની પેસ્ટ નાખીને 15 મિનિટ માટે મેરીનેટ કરવા માટે રાખો. આ પછી એક કડાઈમાં મધ્યમ તાપ પર તેલ ગરમ કરી તેમાં પનીરના ટુકડા નાખીને સોનેરી થાય ત્યાં સુધી તળો.

હવે એ જ પેનમાં મધ્યમ આંચ પર થોડું વધુ તેલ મૂકી તેમાં લસણની પેસ્ટ, સમારેલું આદુ અને ઝીણાં સમારેલાં લીલાં મરચાં નાખીને સાંતળો. આ પછી તેમાં ઝીણા સમારેલા કેપ્સિકમ ઉમેરીને એક મિનિટ માટે સાંતળો અને પછી તેમાં ડુંગળી ઉમેરો. આ પછી સેઝવાન સોસ, ટોમેટો કેચપ, ગ્રીન ચીલી સોસ અને સોયા સોસ ઉમેરો. આ પછી, તેમાં બટર ઉમેરો અને તેને સારી રીતે હલાવીને બેથી ત્રણ મિનિટ સુધી પકાવો. છેલ્લે, આ મિશ્રણમાં તળેલા પનીરના ક્યૂબ્સ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. હવે લીલી ડુંગળી થી ગાર્નિશ કરીને ગરમા-ગરમ સર્વ કરો.

Dussehra Lucky Food Recipes દશેરા પર સૌભાગ્ય અને સમૃદ્ધિ લાવતી અનોખી વાનગીઓ જાણો કઈ રેસિપી આરોગવાથી નસીબ ચમકે છે
Soft Delicious Dahi Vada Recipe ઘરે જ બનાવો બજાર જેવા પોચા અને જાળીદાર દહીં વડા, નોંધી લો સરળ રીત
Lauki Halwa દૂધી જોઈને મોઢું બગાડનારા પણ વાટકી ચાટી જશે! ઘરે બનાવો હલવાઈ જેવો દાણેદાર દૂધીનો હલવો, નોંધી લો સરળ રેસિપી
Navratri Farali Pattice Recipe વ્રતમાં કંઈક ચટાકેદાર ખાવાનું મન છે? નવરાત્રિમાં બનાવો ક્રન્ચી ફરાળી પેટીસ આ ૧ સિક્રેટ ટિપથી બહાર જેવો ક્રિસ્પી બનશે નાસ્તો!
Exit mobile version