News Continuous Bureau | Mumbai
ભારત (India) માં હાલમાં ફ્લાઈંગ રેસ્ટોરન્ટ (Flying Restaurant) નો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. લગભગ 150 થી 170 ફૂટની ઊંચાઈએ બેસીને ભોજન (Food) માણવાનું કોને ન ગમે? ગોવા અને નોઈડા પછી હિમાચલ પ્રદેશના મનાલીમાં આ સુંદર ફ્લાઈંગ રેસ્ટોરન્ટ ખુલી છે. આ દેશની ત્રીજી અને હિમાચલની પ્રથમ ફ્લાય ડાઇનિંગ રેસ્ટોરન્ટ (Fly Dining Restaurant) છે. અહીં ભોજનની સાથે પ્રવાસીઓ 170 ફૂટની ઊંચાઈએથી પ્રકૃતિની સુંદરતાનો અનુભવ કરી શકે છે. તેમજ તાજેતરમાં જ ભિવંડી તાલુકાના અંજુર ખાતે પ્રથમવાર મુંબઈ-થાણે વિસ્તારમાં ફ્લાઈંગ રેસ્ટોરન્ટ શરૂ થઈ છે.
ફ્લાય ડાઇનિંગ રેસ્ટોરન્ટમાં એક સમયે 22 લોકો બેસી શકે છે અને ભોજનનો આનંદ માણી શકે છે. ભિવંડીના સાયા ગ્રાન્ડ રિસોર્ટમાં આ રેસ્ટોરન્ટ સફળતાપૂર્વક શરૂ કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો:  26/11 મુંબઈ હુમલાની 14મી વરસી. અનેક હસ્તીઓએ શ્રદ્ધાંજલિ અને સંદેશા પાઠવ્યા. પરંતુ શું આજે સુરક્ષિત છે મુંબઈ શહેર?
આ ફ્લાઈંગ રેસ્ટોરન્ટમાં ગ્રાહકોએ માત્ર એક જ વાર ઓર્ડર આપવાનો હોય છે. મિડ-એર ઓર્ડર કરી શકાતો નથી. ડાઇનિંગ ટેબલની બેઠકો એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે તમે આસપાસનો 360 ડિગ્રી વ્યૂ મેળવી શકો.
ટેરિફ
લંચ – 2 હજાર 999 રૂપિયા
સૂર્યાસ્ત વચ્ચે સાંજનો સ્લોટ – 3 હજાર 999 રૂપિયા
રાત્રિભોજન – 4 હજાર 500 રૂપિયા