News Continuous Bureau | Mumbai
Gajar Halwa : શિયાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે દરેકના ઘરમાં ગાજરનો હલવો ના બન્યો હોય તેવું બને જ નહી. ગાજરનો હલવો (Gajar halwa) ખાવા માટે લોકો શિયાળાની આતુરતાથી રાહ જોતા હોય છે. લાલ ગાજર વિટામિન A, વિટામિન C, વિટામિન K, પોટેશિયમ અને આયર્નનો ઉત્તમ સ્ત્રોત છે. શિયાળાની ઋતુ (winter season) માં આ શાકભાજી ખાવાનો સ્વાદ તો વધારે છે જ સાથે સાથે રોગો સામે લડવામાં પણ મદદ કરે છે.
સામગ્રી
1 કિલો છીણેલું ગાજર
20 ગ્રામ કિસમિસ
2 ચમચી ઘી
25 ગ્રામ કાજુ
2 કપ દૂધ
5/6 તાંતણા કેસર
ગાજર કા હલવો કેવી રીતે બનાવવો
સૌથી પહેલા એક નાની બાઉલમાં એક ચમચી દૂધ અને કેસરના દોરા નાખીને બાજુ પર રાખો.
ગાજરને સારી રીતે ધોઈને સાફ કરી લો. હવે આ ગાજરને છોલીને છીણી લો.
હવે એક વાસણમાં ઘી ગરમ કરો અને તેમાં ગાજરને થોડીવાર સાંતળો. ગાજર સારી રીતે શેકાઈ જાય ત્યાં સુધી શેકી લો. આ પછી એક ઊંડા વાસણમાં દૂધ નાખી ગરમ કરો. દૂધને થોડીવાર ઉકાળો જ્યારે તે ઉકળવા લાગે ત્યારે તેમાં છીણેલા ગાજર ઉમેરો. આ પછી ગાજર અને દૂધને થોડી વાર પકવવા દો. તે ઘટ્ટ થવા લાગે ત્યારે તેમાં કેસર, એલચી પાવડર અને ખાંડ ઉમેરો. જ્યાં સુધી તે સંપૂર્ણપણે ઓગળી ન જાય ત્યાં સુધી હલવાને પકાવી લો. તૈયાર છે ગાજરનો હળવો. હવે કિસમિસ અને કાજુથી ગાર્નિશ કરીને ગરમા-ગરમ સર્વ કરો.
આ સમાચાર પણ વાંચોઃ Bharti Hexacom IPO: 11 વર્ષ પછી ટુંક સમયમાં આવી રહ્યો છે ભારતી એરટેલ કંપનીનો આ IPO.. સરકારને આટલા હજાર કરોડ રૂપિયા મળવાની અપેક્ષા.. જાણો વિગતે..
ટીપ્સ
ગાજરનો હલવો (Gajar Halwa recipe) બનાવવા માટે હંમેશા ફુલ ક્રીમ મિલ્કનો ઉપયોગ કરો.
આ વાતનું પણ ધ્યાન રાખો કે આ સ્વીટ બનાવતી વખતે તમારે ફક્ત લાલ ગાજરનો જ ઉપયોગ કરવો જોઈએ.
ગાજરનો હલવો બનાવતી વખતે સમારેલા ગાજર શ્રેષ્ઠ કામ કરે છે.
થોડો ખોયા ઉમેરવાથી આ વાનગીનો સ્વાદ વધુ વધશે.