News Continuous Bureau | Mumbai
Ganesh Chaturthi 2024 : દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ ચતુર્થી ભારતભરમાં ધામધૂમથી ઉજવવામાં આવશે. આ વર્ષે 7 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી છે. 10 દિવસ સુધી ચાલનારા આ ગણેશ મહોત્સવમાં ભગવાન ગણેશના ભક્તો દરરોજ અલગ-અલગ વસ્તુઓ તૈયાર કરીને પ્રસાદ તરીકે અર્પણ કરે છે. આવી સ્થિતિમાં આ દિવસને ખાસ બનાવવા માટે તમે ભગવાન ગણેશના મનપસંદ મોદક ઘરે જ બનાવી શકો છો. મોદક એ ગણેશ ચતુર્થીનો મુખ્ય પ્રસાદ છે. જે ભગવાન ગણેશને ખૂબ જ પસંદ છે. જો તમે પણ ઘરે સ્વાદિષ્ટ મોદક બનાવવા માંગતા હોવ તો તમે આ સરળ રેસિપી ફોલો કરી શકો છો.
Ganesh Chaturthi 2024 : મોદક બનાવવા માટેની સામગ્રી
- એક કપ ચોખાનો લોટ
- એક કપ નાળિયેરનું છીણ
- એક કપ ખોયા
- એક ચમચી એલચી પાવડર
- બે ચમચી ઘી
- સ્વાદ મુજબ ખાંડ
- મોદક બનાવવા માટે મોલ્ડ
- તળવા માટે તેલ
આ સમાચાર પણ વાંચો : Puran Poli Recipe : આ ગણેશ ચતુર્થી પર બનાવો ઘરે મહારાષ્ટ્રીયન સ્ટાઈલની પૂરણ પોળી. બાપ્પાને ચડાવો પ્રસાદ; નોંધી લો રેસિપી..
Ganesh Chaturthi 2024 : મોદક બનાવવાની રીત
મોદક બનાવવા માટે સૌ પ્રથમ ચોખાના લોટમાં થોડું પાણી ઉમેરી લો અને લોટને સારી રીતે ભેળવો. હવે આ લોટને 15-20 મિનિટ ઢાંકીને રાખો. જ્યાં સુધી લોટને ઢાંકીને રાખવામાં આવે છે. ત્યાં સુધી મોદકની અંદર ભરવાનું સ્ટફિંગ તૈયાર કરો.
Ganesh Chaturthi 2024 : સ્ટફિંગ માટે આ કરો
સ્ટફિંગ માટે એક પેનમાં ઘી ગરમ કરો, બાદમાં તેમાં નારિયેળનું છીણ નાખીને સારી રીતે સાંતળો. જ્યારે તે સોનેરી થવા લાગે ત્યારે તેમાં તમારા સ્વાદ પ્રમાણે ખાંડ, ખોયા, એલચી પાવડર નાખીને આ બધી વસ્તુઓને બરાબર મિક્ષ કરી લો. બાદમાં આ સ્ટફિંગને બાજુ પર રાખો અને ગૂંથેલા કણકના નાના-નાના બોલ બનાવો અને તેને વણી લો. હવે કણકની વચ્ચે ભરણ મૂકો અને તેની કિનારીઓને જોડીને મોદકનો આકાર આપો. જો તમે ઝડપથી અને સરળતાથી મોદક બનાવવા માંગો છો, તો તમે મોદક બનાવવા માટે મોલ્ડનો ઉપયોગ કરી શકો છો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને પછી ધીમે ધીમે દરેક મોદકને હળવા સોનેરી થાય ત્યાં સુધી તળી લો. હવે આ મોદકને થાળીમાં કાઢી લો અને ભગવાન ગણેશને અર્પણ કરો. એટલું જ નહીં, તમે આ મોદક મહેમાનોને પણ ખવડાવી શકો છો.
Ganesh Chaturthi 2024 : ડ્રાયફ્રુટનો ઉપયોગ કરો
આ મોદકને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તમે ફીલિંગમાં ડ્રાય ફ્રૂટ્સનો ઉપયોગ કરી શકો છો. તેનાથી મોદકનો સ્વાદ સારો થશે. આ એક સરળ અને સ્વાદિષ્ટ મોદક રેસીપી છે, જેને તમે ઘરે સરળતાથી બનાવી શકો છો.