News Continuous Bureau | Mumbai
Ice Cream Sandwich: ફ્રોઝન ડેઝર્ટમાંથી એક આઇસક્રીમ સેન્ડવિચ, જે અદ્ભુત સ્વાદ ધરાવે છે. તેમાં બિસ્કીટની વચ્ચે સેન્ડવીચ કરેલ સાદા આઈસ્ક્રીમનો સમાવેશ થાય છે. આઈસ્ક્રીમ ઉપરાંત, સેન્ડવીચમાં બ્રાઉની, ફ્રૂટ્સ, બદામ, કેક જેવી બીજી ઘણી વસ્તુઓ પણ હોય છે. દર વર્ષે 2 ઓગસ્ટે, આ ખાસ સ્વીટ ડીશને માન આપવા માટે અમેરિકામાં નેશનલ આઈસ્ક્રીમ સેન્ડવિચ ડે ઉજવવામાં આવે છે. આ ખાસ અવસર પર, તમે આઈસ્ક્રીમ સેન્ડવિચ કૂકી ટેસ્ટી રેસિપી પણ અજમાવી શકો છો.
આઈસ્ક્રીમ સેન્ડવિચ બનાવવા માટે તમારે જરૂર પડશે…
કોકો પાવડર – 1/2 કપ
ખાંડ – 1/2 કપ
મેંદો – 1/2 કપ
માખણ – 2 ચમચી
આઈસ્ક્રીમ – 2 કપ
વેનીલા એસેન્સ – 1 ચમચી
મીઠું – 1 ચમચી
બેકિંગ પાવડર – 1 ચમચી
આ સમાચાર પણ વાંચો : Home Loan EMI: આ ત્રણ બેંકોએ પોતાના વ્યાજ દરોમાં કર્યો વધારો.. હોમ લોન સેગમેન્ટમાં EMI દર પણ આટલા ટક્કા વધ્યો… જાણો સંપુર્ણ વિગતો અહીં….
કેવી રીતે બનાવવું
તેને બનાવવા માટે, સૌપ્રથમ એક બાઉલમાં માખણ અને ખાંડને બીટ કરો.. આ પછી તેમાં વેનીલા એસેન્સ ઉમેરો. હવે તેને સારી રીતે મિક્સ કરો. હવે આ બાઉલ પર એક ચાળણી મૂકો અને તેમાં મેંદો, કોકો પાવડર, મીઠું અને બેકિંગ પાવડર ચાળી લો. તેને સારી રીતે મિક્સ કરો અને બેટર તૈયાર કરો. આ બેટરને બેકિંગ ડીશમાં નાખો અને 180 ડિગ્રી પર 25 થી 30 મિનિટ માટે બેક કરો.
જ્યારે તે પાકી જાય, ત્યારે તેને ઠંડુ થવા દો અને તેના બે ભાગોમાં કાપી લો. પહેલા ભાગ પર આઈસ્ક્રીમ મૂકો અને તેના પર બીજો ભાગ લગાવો. આઈસ્ક્રીમ સેન્ડવિચ તૈયાર છે. જો તમે ઈચ્છો તો તેને ડ્રાય ફ્રૂટ્સથી ગાર્નિશ કરો.