News Continuous Bureau | Mumbai
Karwa Chauth 2024 recipe : 20મી ઓક્ટોબરે એટલે કે આજે દેશના અનેક ભાગોમાં કરવા ચોથનો તહેવાર ઉજવાશે. આ દિવસે પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે નિર્જળા વ્રત રાખે છે. જે પતિ-પત્નીનું પ્રેમ અને સમર્પણ દર્શાવે છે. આનાથી સૌભાગ્યમાં વધારો થાય છે. આ વ્રત અને તહેવારને હિન્દુ ધર્મમાં ઘણી માન્યતા છે. આ ખાસ અવસર પર લોકો ઘરમાં વિવિધ પ્રકારની વાનગીઓ બનાવે છે અને સાથે મળીને તહેવારની ઉજવણી કરે છે. જો તમે પણ આ દિવસ માટે કંઈક ખાસ બનાવવાનું વિચારી રહ્યા હોવ તો આ વખતે બનાવો મલાઈના લાડુ.. આ મલાઈના લાડુથી તમારા પતિનું મોં મીઠુ કરી શકો છો. ચાલો જાણીએ કેવી રીતે બનાવવા..
Karwa Chauth 2024 recipe : મલાઈ લાડુ બનાવવા માટે તમારે જરૂર છે-
- 2 લિટર દૂધ
- 1 ચમચી ઘી
- 2 ચમચી લીંબુનો રસ
- 1/2 ચમચી એલચી પાવડર
- ખાંડ સ્વાદ મુજબ
- 3/4 કપ દૂધ પાવડર
- 3/4 કપ કન્ડેન્સ્ડ મિલ્ક
- 1/4 કપ ક્રીમ
Karwa Chauth 2024 recipe : મલાઈના લાડુ કેવી રીતે બનાવશો?
મલાઈના લાડુ બનાવવા માટે પહેલા એક વાસણમાં અડધો કપ દૂધ કાઢીને બાજુ પર રાખો.પછી બાકીના દૂધમાં લીંબુનો રસ ઉમેરીને ફાડીને પનીર બનાવો. આ પછી, આ પનીર ને મલમલના કપડામાં બાજુ પર રાખો. ત્યારબાદ એક વાસણમાં દૂધ, મલાઈ અને ઘી ઉમેરીને ધીમી આંચ પર ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો. આ પછી તેમાં મિલ્ક પાઉડર, પનીર , ખાંડ અને કન્ડેન્સ્ડ મિલ્ક નાખીને ધીમે-ધીમે હલાવતા રહો. થોડી વાર પછી તેમાં એલચી પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરી લો.આ પછી, તૈયાર મિશ્રણને થોડી વાર ઠંડુ થવા માટે છોડી દો.પછી આ મિશ્રણમાંથી ગોળ લાડુ બનાવો.હવે મલાઈના લાડુને થોડીવાર માટે રેફ્રિજરેટરમાં રાખો. તેને પિસ્તાની કતરણ અથવા સૂકા ગુલાબના પાનથી ગાર્નિશ કરો.
આ સમાચાર પણ વાંચો : No Bread Sandwich recipe : શું તમે ક્યારેય બ્રેડ વગરની આ ટેસ્ટી સેન્ડવીચ ટ્રાય કરી છે? તેને ઘરે ઝડપથી બનાવો અને દરેકને ખવડાવો.. મજા થઇ જશે ડબલ..