News Continuous Bureau | Mumbai
કેસરિયા ભાત એ એમ તો વસંત પંચમી તહેવારની પરંપરાગત વાનગી છે, જેને કેસરી ચોખા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમાં ઘણાં બધાં ડ્રાય ફ્રુટ્સ અને કેસર ઉમેરવામાં આવે છે. તમારે પણ આ વાનગી અવશ્ય ટ્રાય કરવી જોઈએ. આવો જાણીએ પ્રસાદમાં ધરાવાતા કેસરિયા ભાત બનાવવાની પરફેક્ટ અને સરળ રીત.
સામગ્રી-
ચોખા – 2 કપ
કેસર – 15 પાંદડા
નાની એલચી – 5
ખાંડ – 3/4 કપ
દેશી ઘી – 2 ચમચી
પીળો ખાદ્ય રંગ – એક ચપટી
તજ – 2
આખી લીલી ઈલાયચી – 5
આ સમાચાર પણ વાંચો : Cinnamon: તજનું વધુ પડતું સેવન ખતરનાક છે, જાણો આ ગરમ મસાલાને તમે દિવસમાં કેટલું ખાઈ શકો છો
રીત –
કેસરિયા ભાત બનાવવા માટે, પહેલા ચોખાને પાણીથી સારી રીતે ધોઈ લો જેથી તેમાંથી તમામ સ્ટાર્ચ નીકળી જાય. પછી તેને લગભગ અડધો કલાક પાણીમાં પલાળી રાખો. ચોખા પલાળ્યા પછી અડધી વાડકી દૂધમાં કેસર પલાળી તેમાં પીળો રંગ નાખો. (આ વૈકલ્પિક છે). આ સાથે એલચીનો ભૂકો કરીને કાજુ અને બદામ ને કાપી ને રાખો.
ચોક્કસ સમય પછી, ચોખા માં પાણી ઉમેરો અને તેને સારી રીતે ઉકાળો. ચોખા બફાઈ જાય એટલે તેને ગાળીને બાજુ પર રાખો. હવે ગેસ પર એક કઢાઈ મૂકો અને તેમાં ઘી ઉમેરીને ગરમ કરો. ગરમ થાય એટલે સમારેલા કાજુ ને શેકીને પ્લેટમાં કાઢી લો.
હવે ગેસ પર એક તવો મૂકો અને તેમાં 2 ચમચી ઘી ઉમેરીને ગરમ કરો, પછી તેમાં તમાલપત્ર, લવિંગ અને એલચી ઉમેરો. 1 મિનિટ પછી, તેમાં ચોખા અને ખાંડ ઉમેરો અને તેમાં તમે તૈયાર કરેલ કેસરનું મિશ્રણ ઉમેરો. ચોખાને સારી રીતે મિક્સ કરો અને 3-4 મિનીટ પકાવો. હવે તમારા સ્વાદિષ્ટ કેસર ભાત તૈયાર છે. ડ્રાય ફ્રુટ્સ થી ગાર્નીશ કરીને તૈયાર છે કેસરિયા ભાત.