Site icon News Continuous Bureau | Mumbai

રેસીપી / આ રીતે બનાવો કેસરિયા ભાત, પ્રસાદમાં ધરાવો અને પછી બધાને ખવડાવો

કેસરિયા ભાત એ એમ તો વસંત પંચમી તહેવાર ની પરંપરાગત વાનગી છે, જેને કેસરી ચોખા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમાં ઘણાં બધાં ડ્રાય ફ્રુટ્સ અને કેસર ઉમેરવામાં આવે છે. તમારે પણ આ વાનગી અવશ્ય ટ્રાય કરવી જોઈએ. આવો જાણીએ પ્રસાદમાં ધરાવાતા કેસરિયા ભાત બનાવવાની પરફેક્ટ અને સરળ રીત.

Know how to make Kesariya Sweet Rice

રેસીપી / આ રીતે બનાવો કેસરિયા ભાત, પ્રસાદમાં ધરાવો અને પછી બધાને ખવડાવો

News Continuous Bureau | Mumbai

કેસરિયા ભાત એ એમ તો વસંત પંચમી તહેવારની પરંપરાગત વાનગી છે, જેને કેસરી ચોખા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમાં ઘણાં બધાં ડ્રાય ફ્રુટ્સ અને કેસર ઉમેરવામાં આવે છે. તમારે પણ આ વાનગી અવશ્ય ટ્રાય કરવી જોઈએ. આવો જાણીએ પ્રસાદમાં ધરાવાતા કેસરિયા ભાત બનાવવાની પરફેક્ટ અને સરળ રીત.

Join Our WhatsApp Channel

સામગ્રી-

ચોખા – 2 કપ

કેસર – 15 પાંદડા

નાની એલચી – 5

ખાંડ – 3/4 કપ

દેશી ઘી – 2 ચમચી

પીળો ખાદ્ય રંગ – એક ચપટી

તજ – 2

આખી લીલી ઈલાયચી – 5

આ સમાચાર પણ વાંચો :  Cinnamon: તજનું વધુ પડતું સેવન ખતરનાક છે, જાણો આ ગરમ મસાલાને તમે દિવસમાં કેટલું ખાઈ શકો છો

રીત –

કેસરિયા ભાત બનાવવા માટે, પહેલા ચોખાને પાણીથી સારી રીતે ધોઈ લો જેથી તેમાંથી તમામ સ્ટાર્ચ નીકળી જાય. પછી તેને લગભગ અડધો કલાક પાણીમાં પલાળી રાખો. ચોખા પલાળ્યા પછી અડધી વાડકી દૂધમાં કેસર પલાળી તેમાં પીળો રંગ નાખો. (આ વૈકલ્પિક છે). આ સાથે એલચીનો ભૂકો કરીને કાજુ અને બદામ ને કાપી ને રાખો.

ચોક્કસ સમય પછી, ચોખા માં પાણી ઉમેરો અને તેને સારી રીતે ઉકાળો. ચોખા બફાઈ જાય એટલે તેને ગાળીને બાજુ પર રાખો. હવે ગેસ પર એક કઢાઈ મૂકો અને તેમાં ઘી ઉમેરીને ગરમ કરો. ગરમ થાય એટલે સમારેલા કાજુ ને શેકીને પ્લેટમાં કાઢી લો.

હવે ગેસ પર એક તવો મૂકો અને તેમાં 2 ચમચી ઘી ઉમેરીને ગરમ કરો, પછી તેમાં તમાલપત્ર, લવિંગ અને એલચી ઉમેરો. 1 મિનિટ પછી, તેમાં ચોખા અને ખાંડ ઉમેરો અને તેમાં તમે તૈયાર કરેલ કેસરનું મિશ્રણ ઉમેરો. ચોખાને સારી રીતે મિક્સ કરો અને 3-4 મિનીટ પકાવો. હવે તમારા સ્વાદિષ્ટ કેસર ભાત તૈયાર છે. ડ્રાય ફ્રુટ્સ થી ગાર્નીશ કરીને તૈયાર છે કેસરિયા ભાત.

 

Aloo Cheese Pinwheels Diwali Recipe દિવાળી પાર્ટીમાં ચાર ચાંદ લગાવશે આ અનોખો નાસ્તો માત્ર ૧૫ મિનિટમાં તૈયાર થતાં ‘આલૂ ચીઝ પિનવ્હીલ્સ’ની સરળ રેસિપી
Ribbon Murukku Diwali Snack દિવાળીના નાસ્તામાં બનાવો દક્ષિણ ભારતનું પ્રખ્યાત ‘રિબન મુરુક્કુ’ ચા સાથે પીરસવા કે ગિફ્ટ બોક્સ પેક કરવા માટે પરફેક્ટ ક્રિસ્પી નમકીન
Halloween Special Spider Web Brownie હેલોવીન પર બનાવો સ્પાઈડર વેબ બ્રાઉની બાળકોની થીમ પાર્ટી માટે બેસ્ટ ચોકલેટ ટ્રીટ, જાણો સરળ રેસિપી
Homemade Rasgulla Recipe ઘરે જ બનાવો હલવાઈ જેવા ટેસ્ટી અને રસદાર રસગુલ્લા જાણો સરળ સ્ટેપબાયસ્ટેપ રેસિપી
Exit mobile version