Site icon News Continuous Bureau | Mumbai

રેસિપી / નાસ્તામાં મહારાષ્ટ્રીયન સ્ટાઈલની થાલીપીઠ બનાવો, દરેકને ગમશે મસાલેદાર સ્વાદ

થાલીપીઠ એક લોકપ્રિય મહારાષ્ટ્રીયન ફૂડ ડીશ છે અને તેને નાસ્તામાં બનાવી અને ખાઈ શકાય છે. થાલીપીઠ દેશના અન્ય ઘણા વિસ્તારોમાં પણ બનાવવામાં આવે છે. થાલીપીઠ એક પૌષ્ટિક ખોરાકની રેસીપી છે

Know how to make maharashtrian type thalipeeth

રેસિપી / નાસ્તામાં મહારાષ્ટ્રીયન સ્ટાઈલની થાલીપીઠ બનાવો, દરેકને ગમશે મસાલેદાર સ્વાદ

News Continuous Bureau | Mumbai

થાલીપીઠ એક લોકપ્રિય મહારાષ્ટ્રીયન ફૂડ ડીશ છે અને તેને નાસ્તામાં બનાવી અને ખાઈ શકાય છે. થાલીપીઠ દેશના અન્ય ઘણા વિસ્તારોમાં પણ બનાવવામાં આવે છે. થાલીપીઠ એક પૌષ્ટિક ખોરાકની રેસીપી છે અને તેને બનાવવા માટે ચોખા, બાજરી, ઘઉં, જુવાર અને ચણાના લોટનો ઉપયોગ કરવામાં આવે છે. મલ્ટીગ્રેન લોટથી તૈયાર કરવામાં આવતી થાલીપીઠ પણ સ્વાદમાં ભરપૂર હોય છે. થાલીપીઠ બનાવવામાં વિવિધ પ્રકારના શાકભાજી અને ડુંગળીનો પણ ઉપયોગ થાય છે. થાલીપીઠમાં નાખવામાં આવતી સામગ્રી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.

Join Our WhatsApp Channel

સામગ્રી

ઘઉંનો લોટ – 1/4 કપ

ચોખાનો લોટ – 1/4 કપ

જુવારનો લોટ – 1 કપ

બાજરીનો લોટ – 1/4 કપ

ચણાનો લોટ – 1/4 કપ

આદુ-લસણની પેસ્ટ – 1 ચમચી

ડુંગળી બારીક સમારેલી – 1

લીલા મરચા સમારેલા – 2

લીલા ધાણાના પાન – 2-3 ચમચી

હળદર – 1/4 ચમચી

ધાણા પાવડર – 1/2 ચમચી

જીરું પાવડર – 1/2 ચમચી

અજમો – 1/4 ચમચી

તલ – 2 ચમચી

હીંગ – 1 ચપટી

તેલ – જરૂર મુજબ

મીઠું – સ્વાદ મુજબ

રીત

થાલીપીઠ બનાવવા માટે સૌ પ્રથમ એક મોટા મિક્ષિંગ બાઉલમાં જુવારનો લોટ, ઘઉંનો લોટ, બાજરીનો લોટ, ચોખાનો લોટ અને ચણાનો લોટ નાખીને બરાબર મિક્ષ કરી લો. હવે લોટમાં આદુ-લસણની પેસ્ટ, જીરું પાવડર, હળદર, ધાણા પાવડર, અજમો ઉમેરીને મિક્સ કરો. ત્યાર બાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી, લીલા મરચાં, લીલા ધાણા અને સ્વાદ મુજબ મીઠું નાખીને લોટમાં બરાબર મિક્સ કરી લો. હવે લોટમાં થોડું થોડું પાણી ઉમેરો અને નરમ લોટ બાંધો.

આ સમાચાર પણ વાંચો: Pathaan ની જેમ સ્ટ્રોન્ગ મસલ્સ મેળવવા માગો છો? તો દરરોજ ખાવો આ 5 ફળ

હવે એક બટર પેપર લો અને તેને તેલથી ગ્રીસ કરો. આ પછી, કણકનો એક બોલ લો અને તેને બટર પેપર પર રાખો અને તેને તમારા હાથથી દબાવો અને તેને ફેલાવો. જો તમે ઈચ્છો તો પરંપરાગત રીતે આ માટે ભીના કપડાનો પણ ઉપયોગ કરી શકો છો. થાલીપીઠને હાથ વડે દબાવીને બને તેટલી પાતળી બનાવો. થાલીપીઠને હાથ વડે ફેલાવ્યા પછી તેમાં થોડા કાણાં કરો.

હવે એક નોનસ્ટીક તવાને મધ્યમ તાપ પર ગરમ કરો. જ્યારે તવો ગરમ થાય ત્યારે થોડું તેલ નાખીને તેની આસપાસ ફેલાવો. આ પછી, બટર પેપરથી ઢંકાયેલી થાલીપીઠને તવા પર હળવા હાથે ફેલાવો. થોડીવાર શેક્યા બાદ થાલીપીઠને ફેરવી બીજી બાજુ તેલ લગાવો. થાલીપીઠને ધીમે ધીમે દબાવીને બંને બાજુથી સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો. પછી તેને પ્લેટમાં કાઢી લો. એ જ રીતે બધા લોટમાંથી થાલીપીઠ તૈયાર કરો. હવે નાસ્તામાં થાલીપીઠને દહીં કે ચટણી સાથે સર્વ કરો.

Aloo Cheese Pinwheels Diwali Recipe દિવાળી પાર્ટીમાં ચાર ચાંદ લગાવશે આ અનોખો નાસ્તો માત્ર ૧૫ મિનિટમાં તૈયાર થતાં ‘આલૂ ચીઝ પિનવ્હીલ્સ’ની સરળ રેસિપી
Ribbon Murukku Diwali Snack દિવાળીના નાસ્તામાં બનાવો દક્ષિણ ભારતનું પ્રખ્યાત ‘રિબન મુરુક્કુ’ ચા સાથે પીરસવા કે ગિફ્ટ બોક્સ પેક કરવા માટે પરફેક્ટ ક્રિસ્પી નમકીન
Halloween Special Spider Web Brownie હેલોવીન પર બનાવો સ્પાઈડર વેબ બ્રાઉની બાળકોની થીમ પાર્ટી માટે બેસ્ટ ચોકલેટ ટ્રીટ, જાણો સરળ રેસિપી
Homemade Rasgulla Recipe ઘરે જ બનાવો હલવાઈ જેવા ટેસ્ટી અને રસદાર રસગુલ્લા જાણો સરળ સ્ટેપબાયસ્ટેપ રેસિપી
Exit mobile version