Masoor Dal Vada : રેસીપી / સાંજના નાસ્તામાં બનાવો મસૂર દાળ વડા, ખૂબ જ સરળ છે તેને બનાવવાની રીત

Masoor Dal Vada : ઘણીવાર એવું થાય કે સાંજની ચા સાથે નાસ્તામાં શું ખાવું. ત્યારે જો તમને સાંજે ચા સાથે કંઈક મસાલેદાર અને સ્વાદિષ્ટ ખાવાનું મન થાય, તો તમે આ વાનગી બનાવી શકો છો. અમે તમારા માટે મસૂર દાળ વડાની રેસિપી લઈને આવ્યા છીએ

by Dr. Mayur Parikh
Know how to make masoor dal pakoda for evening breakfast

Masoor Dal Vada :  ઘણીવાર એવું થાય કે સાંજની ચા સાથે નાસ્તામાં શું ખાવું. ત્યારે જો તમને સાંજે ચા સાથે કંઈક મસાલેદાર અને સ્વાદિષ્ટ ખાવાનું મન થાય, તો તમે આ વાનગી બનાવી શકો છો. અમે તમારા માટે મસૂર દાળ વડા ની રેસિપી લઈને આવ્યા છીએ જેને તમે ખૂબ જ સરળ રીતે બનાવી શકો છો.

Masoor Dal Vada :  સામગ્રી:

  • 1 કપ મસૂર દાળ
  • 2 લીલા મરચા
  • 1/2 ટીસ્પૂન કાળા મરી
  • 1 સમારેલી ડુંગળી
  • 4 ચમચી સરસવનું તેલ
  • 4 લવિંગ લસણ
  • 1 ઇંચ આદુ
  • 1 ટીસ્પૂન જીરું પાવડર
  • મીઠું સ્વાદ અનુસાર
  • તળવા માટે તેલ

આ સમાચાર પણ વાંચો : How To Cure Acidity: આ ઘરગથ્થુ ઉપચાર વડે એસિડિટીને બાય બાય કહો, પછી જુઓ કમાલ….

Masoor Dal Vada :  રીત

સૌ પ્રથમ મસૂર દાળને પાણીમાં પલાળી દો. તેને લગભગ એક કલાક સુધી પલાળી દો. હવે પાણી કાઢી લો અને મસૂરને બ્લેન્ડરમાં પીસી લો. તેમાં લસણની કળી, આદુ, લીલા મરચાં અને થોડું પાણી ઉમેરીને સ્મૂધ પેસ્ટ બનાવો. ડુંગળીને પાતળા અને લાંબા સ્લાઈસ મા કાપો. હવે પેસ્ટને એક બાઉલમાં કાઢી તેમાં મીઠું, કાળા મરીનો પાવડર, જીરું પાવડર, સમારેલી કોથમીર ઉમેરીને બરાબર મિક્સ કરી લો. ઝીણી સમારેલી ડુંગળી પણ ઉમેરો. એક નોનસ્ટીક પેનમાં સરસવનું તેલ ગરમ કરો. હવે દાળના મિશ્રણને ચમચી વડે બહાર કાઢીને કડાઈમાં મૂકો. પણ તેને વધારે ચપટી ન કરો. વડાને ગોળાકાર આકાર માં જ રાખો. બધા વડાને બંને બાજુથી હળવા ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો. તૈયાર છે મસૂર દાળના વડા, ચટણી સાથે સર્વ કરો અને ચા સાથે મજા માણો. 

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More