Site icon News Continuous Bureau | Mumbai

રેસીપી / નાસ્તામાં બનાવો મેથી પનીર પરાઠા, બધાને જ પસંદ આવશે

એમ તો કોઈ પણ પ્રકારના પરાઠા ગમે ત્યારે આપણે બધા ઉત્સાહથી ખાઈએ છીએ. ત્યારે મેથીના પરાઠા તો આપણા સૌને પસંદ આવે છે. ત્યારે આજે આ પરાઠામાં એક અનોખો ટ્વીસ્ટ આપ્યો છે.

Know how to make methi paneer paratha for breakfast

રેસીપી / નાસ્તામાં બનાવો મેથી પનીર પરાઠા, બધાને જ પસંદ આવશે

News Continuous Bureau | Mumbai

એમ તો કોઈ પણ પ્રકારના પરાઠા ગમે ત્યારે આપણે બધા ઉત્સાહથી ખાઈએ છીએ. ત્યારે મેથીના પરાઠા તો આપણા સૌને પસંદ આવે છે. ત્યારે આજે આ પરાઠામાં એક અનોખો ટ્વીસ્ટ આપ્યો છે. નવી રીતે ટેસ્ટી પરાઠા બનાવવાની રીત લઈને આવ્યા છીએ. તો નોંધી લો મેથી પનીર પરાઠા બનાવવાની આ સરળ રીત અને આજે જ બનાવો –

સામગ્રી

Join Our WhatsApp Channel

1/2 કપ લોટ

1/2 કપ મેથીના પાન

1/2 કપ પનીર, છીણેલું

1/2 કપ ડુંગળી, સમારેલી

1 ચમચી આદુ લસણની પેસ્ટ

જરૂર મુજબ તેલ

1 ચમચી ગરમ મસાલો

સ્વાદ અનુસાર મીઠું

1 ચમચી લાલ મરચું પાવડર

1 ટીસ્પૂન જીરું પાવડર

1 લીલું મરચું, સમારેલું

1 ચમચી ધાણા પાવડર

આ સમાચાર પણ વાંચો : Healthy Breakfast: લીલા ચણા હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે, નાસ્તામાં મસાલેદાર ચાટ બનાવો….

રીત

એક બાઉલમાં લોટ લો, તેમાં મીઠું અને તેલ નાખીને મિક્સ કરો. પાણી ઉમેરીને નરમ લોટ બાંધો અને તેને બાજુ પર રાખો. આ પછી બીજા બાઉલમાં મેથી, પનીર, મીઠું અને બધા મસાલા ઉમેરીને ફિલિંગ તૈયાર કરો. હવે થોડો કણક લો અને તેને એક બોલ બનાવીને સ્ટફિંગને વચ્ચે મૂકો અને લોટને બધી બાજુથી ભેગો કરીને ફરીથી રોલ કરો. પછી તેને વણીને લો અને એક તવીને ગરમ કરીને તેને બંને બાજુએથી તેલ લગાવીને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો. તૈયાર છે મેથી પનીર પરાઠા, દહીં કે લીલી ચટણી સાથે તેને સર્વ કરી શકો છો.

Crispy Onion Chilli Chila Recipe સવારની ભાગદોડમાં ટેસ્ટી અને પ્રોટીનરિચ ઓપ્શન ઓછા તેલમાં બનાવો કરકરા કાંદામરચાંના પુડલા, સ્વાદ એવો કે વારંવાર બનાવશો
Pink Sauce Pasta Recipe ઈટાલિયન સ્વાદ હવે તમારા રસોડામાં! રેડ અને વ્હાઈટ સોસના પરફેક્ટ મિશ્રણથી બનાવો સુપર ચીઝી પિંક પાસ્તા
Fried Rice Recipe રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટી ફ્રાઈડ રાઈસ બનાવો ઘરે જાણો સરળ સ્ટેપબાયસ્ટેપ રેસિપી
Green Moong Dal Kachori Recipe મગની દાળમાંથી બનાવો ચટપટી ખસ્તા કચોરી રસાવાળા બટાકાના શાક સાથે લાગશે સ્વાદિષ્ટ
Exit mobile version