સાદી ચટણી ખાઈને કંટાળી ગયા હોવ તો બનાવો ડુંગળી અને આમલીની ચટણી, જાણો રેસીપી

ચટણી આપણા ભોજન નો એક મહત્વનો ભાગ છે, એવું કહેવું ખોટું નથી. કોઈપણ ખાવાની વાનગીનો સ્વાદ વધારવા માટે ચટણી પ્રથમ પસંદગી હોય છે. ચટણી પણ ઘણા પ્રકારની હોય છે. દરેક ભારતીય ઘરમાં અલગ અલગ રીતે જુદી જુદી વસ્તુની ચટણી બનાવવામાં આવે છે.

by Dr. Mayur Parikh
Know how to make onion garlic chutney

News Continuous Bureau | Mumbai

ચટણી આપણા ભોજન નો એક મહત્વનો ભાગ છે, એવું કહેવું ખોટું નથી. કોઈપણ ખાવાની વાનગીનો સ્વાદ વધારવા માટે ચટણી પ્રથમ પસંદગી હોય છે. ચટણી પણ ઘણા પ્રકારની હોય છે. દરેક ભારતીય ઘરમાં અલગ અલગ રીતે જુદી જુદી વસ્તુની ચટણી બનાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે, નારિયેળની ચટણી સાઉથ ઇન્ડિયન (દક્ષિણ ભારતમાં) ખૂબ પ્રખ્યાત છે. તે જ રીતે ઉત્તરાખંડમાં તલની ચટણી ખુબ જ લોકપ્રિય છે. જોકે, ઘણા ઘરોમાં ડુંગળીની ચટણી બનાવવામાં આવે છે. પણ શું તમે ડુંગળીની ચટણી માત્ર એક જ રીતે બનાવીને કંટાળી ગયા હોય તો, આજે અમે તમને જણાવી દઈએ કે તમે આમલી અને ડુંગળીની ચટણી બનાવી શકો છે.

આમલી અને ડુંગળીની ચટણીની સામગ્રી

  • 1ડુંગળી, બારીક સમારેલી
  • ૩ ચમચી આમલી
  • 1ચમચી ખાંડ
  • સ્વાદ મુજબ કાળું મીઠું
  • 1 ચમચી લાલ મરચું
  • એક ચપટી કાળા મરી
  • 1/2 ચમચી શેકેલા જીરાનો પાવડર
  • 1 લીલું મરચું, બારીક સમારેલ
  • 1 ચમચી કોથમીર, બારીક સમારેલી

આ સમાચાર પણ વાંચો : Benefits Of Drinking Turmeric Water: રોજ હળદરનું પાણી પીવો, વધતું વજન નિયંત્રણમાં રહેશે, સાંધાના દુખાવામાં પણ રાહત મળશે

આમલી અને ડુંગળીની ચટણી બનાવવાની રીત
  1. સૌથી પહેલા આમલીને ગરમ પાણીમાં 2 કલાક પલાળી રાખો. આ પછી તેને ચાળણીથી ગાળીને આમલીને અલગ કાઢી લો અને પાણીને અલગ કરી લો.
  2. હવે આ પાણીમાં લાલ મરચું, કાળું મીઠું, શેકેલું જીરું પાવડર, થોડા કાળા મરી અને થોડી ખાંડ નાખીને બરાબર મિક્ષ કરી લો.
  1. હવે તેમાં ઝીણું સમારેલું લીલું મરચું, બારીક સમારેલી ડુંગળી અને કોથમરી મિક્સ કરો. ટેસ્ટી ચટણી તૈયાર છે.
Join Our WhatsApp Community

You may also like