Navratri Recipe: દેશભરમાં અત્યારે નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે દરેક લોકો માતાજીની આરાધનામાં લાગ્યા છે અને ઘણા લોકો ઉપવાસ કરે છે. આ સમય દરમિયાન, જો તમે પણ ઉપવાસ કરી રહ્યા છો, તો આજે અમે તમને નાળિયેર બરફી બનાવવાની સરળ રીત જણાવીશું, આ સરળ રીતે નારિયેળની બરફી બનાવીને પરિવારમાં બધાને જ ખવડાવો.
Navratri Recipe: સામગ્રી:
- એક કપ ખાંડ
- એક કપ પાણી
- ½ કપ તાજુ છીણેલું નારિયેળ
- એક ચમચી માવો
- 1 ચમચી એલચી પાવડર
- 4-5 સમારેલી બદામ
- 6-7 સમારેલા પિસ્તા
- 1 ચમચી ઘી
આ સમાચાર પણ વાંચો : શું તમે નવરાત્રીના ઉપવાસ રાખો છો, તો પછી ડાયટમાં આ વસ્તુઓનો કરો સમાવેશ, શરીરને મળશે ઊર્જા
Navratri Recipe: રીત:
સૌપ્રથમ ખાંડ અને પાણીને સારી રીતે મિક્સ કરીને ખાંડની ચાસણી બનાવી લો. તૈયાર કરેલી ચાસણી થોડી ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવો. હવે તેમાં છીણેલું નારિયેળ ( Coconut barfi ) ઉમેરો. નારિયેળને સારી રીતે મિક્સ કરો અને ધીમી આંચ પર થવા દો. હવે તેમાં માવો અને લીલી ઈલાયચીનો ભૂકો નાખીને બરાબર મિક્ષ કરી લો. આ પછી, એક ટ્રેમાં થોડું ઘી લગાવો અને તેના પર થોડા સમારેલા બદામ છાંટો. હવે એ ટ્રેમાં નારિયેળનું મિશ્રણ રેડો અને તેને 15 મિનિટ માટે ફ્રીજમાં રાખો. બાદમાં તેને ચોરસ ટુકડામાં કાપી લો. તૈયાર છે સ્વાદિષ્ટ નાળિયેર બરફી. જ્યારે તે ઠંડી થાય ત્યારે તેને સર્વ કરો.
Join Our WhatsApp Community
