Navratri Recipe: રેસીપી / નવરાત્રિ પર બનાવો સ્વાદિષ્ટ નાળિયેર બરફી, આ સરળ રીતથી થોડી જ વારમાં તૈયાર થઈ જશે

Make this delicious coconut barfi dessert on occasion of Navratri
રેસીપી / નવરાત્રિ પર બનાવો સ્વાદિષ્ટ નાળિયેર બરફી, આ સરળ રીતથી થોડી જ વારમાં તૈયાર થઈ જશે

Navratri Recipe: દેશભરમાં અત્યારે નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે દરેક લોકો માતાજીની આરાધનામાં લાગ્યા છે અને ઘણા લોકો ઉપવાસ કરે છે. આ સમય દરમિયાન, જો તમે પણ ઉપવાસ કરી રહ્યા છો, તો આજે અમે તમને નાળિયેર બરફી બનાવવાની સરળ રીત જણાવીશું, આ સરળ રીતે નારિયેળની બરફી બનાવીને પરિવારમાં બધાને જ ખવડાવો. 

Navratri Recipe: સામગ્રી:

  • એક કપ ખાંડ
  • એક કપ પાણી
  • ½ કપ તાજુ છીણેલું નારિયેળ
  • એક ચમચી માવો 
  • 1 ચમચી એલચી પાવડર
  • 4-5 સમારેલી બદામ
  • 6-7 સમારેલા પિસ્તા
  • 1 ચમચી ઘી

આ સમાચાર પણ વાંચો : શું તમે નવરાત્રીના ઉપવાસ રાખો છો, તો પછી ડાયટમાં આ વસ્તુઓનો કરો સમાવેશ, શરીરને મળશે ઊર્જા

Navratri Recipe: રીત: 

સૌપ્રથમ ખાંડ અને પાણીને સારી રીતે મિક્સ કરીને ખાંડની ચાસણી બનાવી લો. તૈયાર કરેલી ચાસણી થોડી ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવો. હવે તેમાં છીણેલું નારિયેળ ( Coconut barfi ) ઉમેરો. નારિયેળને સારી રીતે મિક્સ કરો અને ધીમી આંચ પર થવા દો. હવે તેમાં માવો અને લીલી ઈલાયચીનો ભૂકો નાખીને બરાબર મિક્ષ કરી લો. આ પછી, એક ટ્રેમાં થોડું ઘી લગાવો અને તેના પર થોડા સમારેલા બદામ છાંટો. હવે એ ટ્રેમાં નારિયેળનું મિશ્રણ રેડો અને તેને 15 મિનિટ માટે ફ્રીજમાં રાખો. બાદમાં તેને ચોરસ ટુકડામાં કાપી લો. તૈયાર છે સ્વાદિષ્ટ નાળિયેર બરફી. જ્યારે તે ઠંડી થાય ત્યારે તેને સર્વ કરો.

 

By Dr. Mayur Parikh

Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!