ઠંડીમા બનાવવામાં આવતી સ્પેશિયલ રેસીપી એટલે ઉત્તર ગુજરાતમાં મહેસાણાની પ્રખ્યાત ડુંગળીયા ની સબ્જી
ડુંગળીયુ રેસીપીના સામગ્રી
નાની ડુંગળી 300 ગ્રામ
ટામેટા 300 ગ્રામ
તેલ 3/4 કપ
તમાલપત્ર 1
સ્ટાર ફૂલ 1
તજ નો 1 નાનો ટુકડો
લવિંગ 2-3
હિંગ ચમચી
લીલા મરચા 2-3
આદુનો 1/2 ઇંચ ટુકડો
લસણની કળી 8-10 ની પેસ્ટ
લીલું લસણ ઝીણું સમારેલું 100 ગ્રામ / સવા કપ
હળદર 1/2 ચમચી
લીલી ડુંગળી ઝીણી સુધારેલી 60 ગ્રામ / પોણો કપ
લાલ મરચાનો પાવડર 1 ચમચી
ધાણા જીરું પાવડર 1 ચમચી
સ્વાદ મુજબ મીઠું
ખાટું દહીં 1/3 કપ
ગોળ 1 ચમચી
આચાર મસાલો / ગરમ મસાલો 1 ચમચી
સીંગદાણા પાવડર 5-6 ચમચી સેવ કે પાપડી નો ભૂકો % કપ
કાજુ ના ટુકડા કપ
લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
આ સમાચાર પણ વાંચો: હવે ટ્વીટ પણ થશે લાંબુંલચક. બે વાક્યોમાં કટાક્ષ ભર્યા શબ્દો નહીં પરંતુ આખે આખો નિબંધ સમાઈ જશે. જાણો ટ્વિટર ની નવી યોજના વિશે.
ડુંગળીયું બનાવવાની રીત
ડુંગળીયું બનાવવા સૌપ્રથમ ડુંગળી ને છોલી ને ધોઈ લ્યો. હવે તેને ચાર સરખા ભાગ માં કાપી લ્યો. ત્યાર બાદ લીલું લસણ સાફ કરી ધોઈ ઝીણું સુધારી લ્યો અને લીલી ડુંગળી પણ સાફ કરી ધોઈ ઝીણી સુધારી લેવી અને ટમેટા ધોઇ સુધારી કાપી ને મિક્સર માં પીસી પ્યુરી તૈયાર કરી લ્યો. હવે આદુ લસણ અને મરચા ની પેસ્ટ તૈયાર કરી લ્યો. ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો, તેલ ગરમ થાય એટલે તેમાં તમાલપત્ર, તજ નો ટુકડો, લવિંગ, સ્ટાર ફૂલ અને હિંગ નાખી શેકો.
ત્યારબાદ એમાં સુધારેલી ડુંગળી અને આદુ મરચા અને લસણની પેસ્ટ નાખી હલાવો. પાંચ સાત મિનિટ સુધી શેકી લ્યો ત્યાર બાદ એમાં લીલું લસણ ઝીણું સમારેલું અને લીલી ડુંગળી નાખી મિક્સ કરી બે ચાર મિનિટ શેકી લ્યો. હવે એમાં ટમેટા પ્યુરી અને સ્વાદ મુજબ મીઠું નાખી બરાબર મિક્સ કરી ઢાંકીને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો અથવા તેલ અલગ થાય ત્યાં સુધી શેકી લ્યો. હવે એમાં લાલ મરચાનો પાવડર, ધાણા જીરું પાવડર, હળદર, આચાર મસાલો / ગરમ મસાલો નાખી મિક્સ કરી શેકી લ્યો. ત્યારબાદ સીંગદાણા નો પાવડર, સેવ કે પાપડી ને નાખો. ત્યારબાદ એમાં ગોળ, કાજુ ના કટકા નાખી બરાબર મિક્સ કરી લ્યો. હવે ઢાંકી ને ત્રણ મિનિટ ચડાવી લ્યો. ત્યાર બાદ ગેસ ધીમો કરી એમાં ખાટું દહીં નાખી બરાબર મિક્સ કરી બે ત્રણ મિનિટ ચડાવી લ્યો. છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરીને ગરમ ગરમ સર્વ કરો ડુંગળીયું.