News Continuous Bureau | Mumbai
Mooli Paratha: જેમ જેમ હવામાન હળવું ઠંડુ થવા લાગે છે, પરાઠાનો સ્વાદ અને આનંદ બંને વધી જાય છે. તમે બટાકા, કોબી, મેથીમાંથી બનેલા પરાઠા (Paratha) તો ઘણી વાર ખાધા હશે. પરંતુ આજે અમે તમારી સાથે પરાઠા બનાવવાની એક એવી રેસીપી (recipe) શેર કરવા જઈ રહ્યા છીએ, જે ન માત્ર ઝડપથી તૈયાર થાય છે પરંતુ ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી અને ( healthy recipe ) હેલ્ધી હોય છે. હા, આ મૂળાના પરાઠા (Mooli Paratha) છે. મૂળાના પરાઠાનો સ્વાદ બાળકોની સાથે સાથે મોટાઓને પણ પસંદ આવે છે. આ પરાઠાની ખાસિયત એ છે કે તે ઝડપથી તૈયાર થઈ જાય છે. તમે આ પરાઠા બાળકો (Kids) ના શાળાના લંચ થી લઈને નાસ્તાના ટેબલ માટે પ્લાન કરી શકો છો. તો ચાલો જાણીએ મૂળાના પરાઠા બનાવવાની રીત.
મૂળાના પરાઠા ( Mooli Paratha ) બનાવવા માટેની સામગ્રી-
-2 કપ છીણેલા મૂળા
-3-4 કપ ઘઉંનો લોટ
-1/2 ચમચી લાલ મરચું પાવડર
-1/4 ચમચી શેકેલું જીરું પાવડર
– 1 ટીસ્પૂન સમારેલું આદુ
-2-3 ચમચી લીલા ધાણાના પાન
-1 ચપટી હિંગ
-2 સમારેલા લીલા મરચા
દેશી ઘી અથવા તેલ જરૂર મુજબ
– મીઠું સ્વાદ મુજબ
મૂળાના પરાઠા બનાવવાની રીત-
મૂળાના પરાઠા બનાવવા માટે પહેલા મૂળાના પાન તોડીને અલગ કરી લો. આ પછી, મૂળાને સારી રીતે ધોઈ લો અને તેને છીણી લો. આ પછી લીલા ધાણા અને લીલા મરચાને બારીક સમારી લો. હવે એક વાસણમાં ઘઉંનો લોટ ચાળી તેમાં થોડું દેશી ઘી અને ચપટી મીઠું નાખીને બરાબર મિક્સ કરી લો. હવે પાણીની મદદથી લોટને મસળી લો, તેને ભીના સુતરાઉ કપડાથી ઢાંકી ને 10 મિનિટ માટે બાજુ પર રાખો. આ સમય દરમિયાન, છીણેલા મૂળાને સારી રીતે નિચોવી અને તેનું પાણી કાઢી લો.
આ સમાચાર પણ વાંચો: Spiced chia pudding : સવારે નાસ્તમાં ખાઓ પ્રોટીનથી ભરપૂર સ્પાઈસ્ડ ચિયા પુડિંગ, બાળકોને પણ ગમશે તેનો સ્વાદ, નોંધી લો પૌષ્ટિક નાસ્તાની રેસિપી
આ રીતે પરાઠાનું ફિલિંગ તૈયાર કરો
હવે એક વાસણમાં મૂળો મૂકી તેમાં લાલ મરચું પાવડર, હિંગ, લીલું મરચું, લીલા ધાણા, શેકેલું જીરું પાવડર, અડધી ચપટી મીઠું અને આદુ નાખી બધું બરાબર મિક્સ કરી લો. તમારા મૂળાના પરાઠાનું ફિલિંગ તૈયાર છે. હવે એક નોનસ્ટીક તવાને મધ્યમ આંચ પર ગરમ કરો અને કણકના ગોળા બનાવો. એક કણકને નાના ગોળ વણી, વચમાં મૂળાનું સ્ટફિંગ મૂકી, બંધ કરીને પરાઠાને ફરી એકવાર વણી લો. હવે તવા પર થોડું ઘી લગાવી, પરાઠાને તવા પર મૂકીને પકાવો. જ્યારે પરાઠા બંને બાજુથી ચડી જાય અને સોનેરી થઈ જાય ત્યારે તેને પ્લેટમાં કાઢી લો. તૈયાર છે તમારા સ્વાદિષ્ટ મૂળાના પરાઠા, તમે મૂળાના પરાઠાને ચટણી, દહીં કે સોસ સાથે સર્વ કરી શકો છો.