News Continuous Bureau | Mumbai
Navratri Recipe: જો તમે નવરાત્રિ ( Navratri ) ના ઉપવાસ દરમિયાન કંઈક મીઠાઈ ( Sweet dish ) બનાવવા માંગો છો. જે ટેસ્ટી હોવાની સાથે હેલ્ધી ( healthy ) પણ છે અને તેમાં ખાંડનો ઉપયોગ ઓછો કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં કોળા નો હલવો ઝડપથી બનાવી શકાય છે. બજારમાંથી કોળું ખરીદો અને સ્વાદિષ્ટ હલવો તૈયાર કરો. તો ચાલો જાણીએ પીળા કોળામાંથી ટેસ્ટી હલવો કેવી રીતે બનાવવો.
કોળાનો હલવો બનાવવા માટેની સામગ્રી
અડધો કિલો પીળું કોળું
સો ગ્રામ ગોળ
4-5 એલચી
બે કપ દૂધ
બે થી ત્રણ ચમચી દેશી ઘી
આ સમાચાર પણ વાંચો : પંતજલિના આ કેસમાં SCએ બાબા રામદેવની માફી સ્વીકારવાનો ઇનકાર કર્યો, સુનાવણી ચાલુ.. જાણો વિગતે..
કોળાનો હલવો બનાવવાની રીત
-સૌપ્રથમ કોળાને સારી રીતે ધોઈને છોલી લો. પીળા કોળાની છાલ એકદમ સખત હોય છે. આવી સ્થિતિમાં તેને દૂર કરવું જરૂરી છે. હવે કોળાના નાના ટુકડા કરી લો
-પેનમાં ત્રણથી ચાર ચમચી દેશી ઘી નાખીને ગરમ કરો.
-જ્યારે ઘી ગરમ થઈ જાય, ત્યારે તેમાં કોળાના ટુકડા ઉમેરીને થોડીવાર ધીમી આંચ પર હલાવતા રહો. ત્યારબાદ ગેસની આંચ ધીમી કરો અને ઢાંકીને પકાવો.
-જ્યારે કોળું ઘીમાં સારી રીતે શેકાઈ જાય અને ઓગળવા લાગે ત્યારે તેમાં ગોળ ઉમેરીને ચમચાની મદદથી બરાબર મેશ કરી લો.
સાથે જ બારીક એલચી પાવડર નાખો.
-ગેસની બીજી બાજુ પેનમાં દૂધને પકાવો અને ઘટ્ટ થવા દો. દૂધ રબડી જેવું ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી દો.
-હવે આ દૂધ તૈયાર કરેલા હલવા પર રેડો અને ઠંડુ થવા દો. પછી બધાને સર્વ કરો.