1.2K
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
અત્યારે શરદીય નવરાત્રી(Navratri)નો તહેવાર ચાલી રહ્યો છે. ત્યારે ઉપવાસમાં તમે માણો આ 3 પ્રકારની સ્વાદિષ્ટ, સાત્વિક અને ચટાકેદાર વાનગીની રેસિપી. આપણે રોજ એકના એક ફરાળી વાનગી ખાઈને કંટાળી જતા હોઈએ છીએ. આવો તો નવા જ પ્રકારની ચટાકેદાર વાનગીની રેસિપી(farali recipes) વિશે જાણીએ. તો આ ઉપવાસના દિવસોમાં ટ્રાય કરો આ સ્વાદિષ્ટ ફરાળી વાનગીની રેસિપી….
વાનગીઃ ફરાળી હાંડવો
સામગ્રી
- 1 બટાકાનુ છીણ
- 1 કપ પલાળેલા સાબુદાણા
- 1/2 કપ રાજગરો
- 1/2 કપ શિંગોડાનો લોટ
- 2 ચમચી સિંગદાણાનો ભૂકો
- 1 ચમચી દહીં-ખાંડ
- 1 ચમચી આદું-મરચાંની પેસ્ટ
- 1/2 ચમચી તજ-લવિંગનો ભૂકો
- લાલ મરચું સ્વાદાનુસાર
- મીઠું સ્વાદાનુસાર
બનાવવાની રીતઃ
ઉપરની બધી સામગ્રી મિક્ષ કરી તેમાં પાણી નાખી જાડું ખીરું તૈયાર કરવું. હવે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેમાં જીરું નાખો. જીરૂં લાલ થાય એટલે તેમાં એક ચમચી તલ નાખવા. ત્યાર બાદ લીમડો નાખવો. પછી બનાવેલું ખીરામાંથી પુડલા જેવું પાથરવું. ધીમો ગેસ રાખવો. ડીશ ઢાંકી દેવી. પાંચ મિનીટ રાખવું. પછી પલટાવીને પાંચ મિનીટ રાખવું. પૂડા જેવો હાંડવો(Farali Handvo) થશે.
વાનગીઃ ફરાળી બફવડા
સામગ્રી
- 500 ગ્રામ બટાકા
- 1 વાટકી કોપરાનું છીણ
- 2 ચમચી શેકેલા તલ
- 1 વાટકી ચમચા શેકેલા સીંગદાણા
- 10 થી 1 નંગ કિશમિશ
- 10 થી 12 નંગ કાજુ
- 2 ચમચા ખાંડ
- 2 થી 3 નંગ લીલાં મરચાં
- 1/2 ચમચી મરચું
- 2 ચમચા આરાલોટ
- 1/2 ચમચી ગરમ મસાલો
- મીઠું સ્વાદાનુસાર
- તેલ તળવા માટે
બનાવવાની રીત
સૌપ્રથમ બટાકાને બાફી, છોલીને છૂંદો કરી લો. તેમાં જરૂર પ્રમાણે આરાલોટ અને મીઠું ભેળવી બફવડા(Farali Bafvada)નું મિશ્રણ તૈયાર કરો. આને થોડી વાર એક તરફ રહેવા દો. આ દરમિયાન કોપરાનું છીણ, શેકેલા સીંગદાણા, તલ, કિશમિશ, કાજુના ટુકડા, થોડી ખાંડ, મીઠું, મરચું બધું બરાબર મિક્ષ કરો. બટાકાના મિશ્રણમાંથી ગોળા વાળી તેમાં આ સ્ટફિંગ કરો. તમે ઇચ્છો તો આને શિંગોડાના લોટના મિશ્રણમાં બોળીને તેલમાં તળી લો અથવા બફવડાના ગોળાને આરાલોટમાં રગદોળી ગરમ તેલમાં આછા બ્રાઉન રંગના તળીને એબ્સોર્બન્ટ પેપર પર કાઢો.
વાનગીઃ ફરાળી પાતરા
સામગ્રી
- 3 નંગ અળવીના પાન
- 1 બાઉલ રાજગરાનો લોટ
- 1 બાઉલ મોરૈયાનો લોટ
- 11/2 ચમચી લીંબુનો રસ
- 2 ચમચી લાલ મરચું
- મીઠું સ્વાદાનુસાર
- ખાંડ
બનાવવાની રીતઃ
સૌપ્રથમ એક બાઉલમાં રાજગરાનો લોટ અને મોરૈયાનો લોટ બરાબર મિક્ષ કરો. ત્યાર બાદ તેમાં લીંબુનો રસ, મીઠું, લાલ મરચું, અને ખાંડ નાખી ખીરું તૈયાર કરો. અળવીના પાન પર તે ખીરું ચોપડવું. પછી તેના રોલ વાળી બાફવા. ઠંડા પડે પછી કાપવા. કડાઈમાં તેલ મૂકી જીરૂં, તલ, લીલા મરચાં નાખી પાતરા(Farali Patra) વઘારવા. નીચે ઉતાર્યા પછી તેના પર દાડમના દાણા, અને કોપરાની છીણ નાખી સર્વ કરો .
આ સમાચાર પણ વાંચોઃ Photos: દેશના અલગ-અલગ રાજ્યોમાં વિવિધ રીતે ઉજવાય છે નવરાત્રીનો તહેવાર, ક્યાંક રામલીલા – દશેરા તો ક્યાંક બથુકમ્મા પાંડુગા..!