News Continuous Bureau | Mumbai
Paneer Kofta Recipe:બાળકોથી લઈને વડીલો સુધી દરેક લોકો નવા વર્ષની રાહ જોઈ રહ્યા છે. દરેક વ્યક્તિ આ ખાસ અવસર પર કંઈક ખાસ બનાવવાનું વિચારે છે. જોકે, ભાગ્યે જ કોઈ એવું હશે જેને ખાવાનું પસંદ ન હોય. જેમ કેટલાક લોકો ખાવાના શોખીન હોય છે તેમ કેટલાક લોકોને રસોઈ બનાવવાનો ખૂબ જ શોખ હોય છે. જો તમે પણ એવા લોકોમાંથી એક છો કે જેઓ તેમના પરિવાર માટે નવું જમવાનું બનાવવાનું પસંદ છે, તો આજે અમે તમારી માટે એવી રેસિપી લાવ્યા છીએ જેને તમે નવા વર્ષ પર તમારા પરિવાર માટે તૈયાર કરી શકો છો. તમે નવા વર્ષ પર પનીર કોફ્તા તૈયાર કરી શકો છો. જે એકદમ સરળ છે. તો ચાલો જાણીએ તેને બનાવવાની સરળ રીત…
Paneer Kofta Recipe: પનીર કોફ્તા માટેની સામગ્રી
- પનીર – 250 ગ્રામ
- બટાકા – 2
- ચણાનો લોટ – 2 ચમચી
- હળદર પાવડર – 1/2 ચમચી
- લાલ મરચું પાવડર – 1 ચમચી
- ધાણા પાવડર – 1 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- જરૂર મુજબ તેલ
Paneer Kofta Recipe: પનીર કોફતા બનાવવાની રીત
પનીર કોફતા બનાવવા માટે એક મોટા બાઉલમાં પનીર નાખો. બીજી બાજુ બટાકાને બાફી લો. આ પછી એ જ બાઉલમાં બાફેલા બટેટા અને ચણાનો લોટ ઉમેરો. આ પછી હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા પાવડર ઉમેરો. તેમજ મીઠું નાખીને બરાબર મિક્ષ કરી લો. પછી આ મિશ્રણમાંથી નાના-નાના બોલ બનાવી લો. આ પછી એક પેનમાં તેલ ગરમ કરો. હવે તૈયાર કરેલા બોલ્સને ફ્રાય કરો. તેને મધ્યમ આંચ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. ત્યારબાદ વધારાનું તેલ કાઢવા માટે તળેલા કોફતાઓને પેપર ટોવેલ પર મૂકો. આ પછી ગ્રેવી બનાવવા માટે એક પેનમાં તેલ ગરમ કરો. પછી તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ, જીરું, ડુંગળી, આદુ-લસણની પેસ્ટ નાખો. આ પછી, મસાલો સોનેરી થાય ત્યાં સુધી સાંતળો. હવે તેમાં ટામેટાની પ્યુરી, મીઠું, હળદર ઉમેરો.
આ સમાચાર પણ વાંચો : Methi Laddu Recipe: શિયાળામાં ઘરે બનાવો મેથીના લાડુ, છૂમંતર થશે સાંધાનો દુખાવો; નોંધી લો રેસિપી..
સાથે જ તેમાં લાલ મરચું પાવડર, ધાણા પાવડર, ગરમ મસાલા પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરી લો.હવે મસાલો ચડી જાય પછી તેમાં થોડું વધારે પાણી ઉમેરીને બરાબર મિક્સ કરી લો. પછી તેને ઢાંકીને મધ્યમ તાપ પર 5-7 મિનિટ સુધી પકાવો જેથી ગ્રેવી થોડી ઘટ્ટ થઈ જાય. આ પછી, તળેલા કોફતાને ગરમ ગ્રેવીમાં મિક્સ કરો.
હવે તેને પાંચ મિનિટ ગ્રેવી સાથે રાંધ્યા બાદ તેમાં કોથમીર ઉમેરો. હવે તમારો ગરમ ગરમ પનીર કોફ્તા તૈયાર છે.