Site icon News Continuous Bureau | Mumbai

Paneer Kofta Recipe: થર્ટી ફર્સ્ટ પર ઘરે જ બનાવો પનીર કોફ્તા, આંગળીઓ ચાટતા રહી જશે લોકો; નોંધી લો રેસીપી..

Paneer Kofta Recipe: ભાગ્યે જ કોઈ એવું વ્યક્તિ હશે જેને પનીર પસંદ ન હોય. જે રીતે લોકો ખાવાના શોખીન હોય છે, તેવી જ રીતે ઘણા લોકો રસોઈ બનવાના શોખીન હોય છે. હવે જ્યારે વર્ષ તેના અંતિમ તબક્કામાં છે, ત્યારે તમે વર્ષના અંતિમ દિવસે તમારા પરિવાર માટે કંઈક ખાસ બનાવી શકો છો.

Paneer Kofta Recipe Make Paneer Kofta at Home on Thirty First

Paneer Kofta Recipe Make Paneer Kofta at Home on Thirty First

News Continuous Bureau | Mumbai

Paneer Kofta Recipe:બાળકોથી લઈને વડીલો સુધી દરેક લોકો નવા વર્ષની રાહ જોઈ રહ્યા છે. દરેક વ્યક્તિ આ ખાસ અવસર પર કંઈક ખાસ બનાવવાનું વિચારે છે. જોકે, ભાગ્યે જ કોઈ એવું હશે જેને ખાવાનું પસંદ ન હોય. જેમ કેટલાક લોકો ખાવાના શોખીન હોય છે તેમ કેટલાક લોકોને રસોઈ બનાવવાનો ખૂબ જ શોખ હોય છે. જો તમે પણ એવા લોકોમાંથી એક છો કે જેઓ તેમના પરિવાર માટે નવું જમવાનું બનાવવાનું પસંદ છે, તો આજે અમે  તમારી માટે એવી રેસિપી લાવ્યા છીએ જેને તમે નવા વર્ષ પર તમારા પરિવાર માટે તૈયાર કરી શકો છો. તમે નવા વર્ષ પર પનીર કોફ્તા તૈયાર કરી શકો છો. જે એકદમ સરળ છે. તો ચાલો જાણીએ તેને બનાવવાની સરળ રીત…

Join Our WhatsApp Channel

Paneer Kofta Recipe: પનીર કોફ્તા માટેની સામગ્રી

 Paneer Kofta Recipe: પનીર કોફતા બનાવવાની રીત 

પનીર કોફતા બનાવવા માટે એક મોટા બાઉલમાં પનીર નાખો. બીજી બાજુ બટાકાને બાફી લો. આ પછી એ જ બાઉલમાં બાફેલા બટેટા અને ચણાનો લોટ ઉમેરો. આ પછી હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા પાવડર ઉમેરો. તેમજ મીઠું નાખીને બરાબર મિક્ષ કરી લો. પછી આ મિશ્રણમાંથી નાના-નાના બોલ બનાવી લો. આ પછી એક પેનમાં તેલ ગરમ કરો. હવે તૈયાર કરેલા બોલ્સને ફ્રાય કરો. તેને મધ્યમ આંચ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. ત્યારબાદ વધારાનું તેલ કાઢવા માટે તળેલા કોફતાઓને પેપર ટોવેલ પર મૂકો. આ પછી ગ્રેવી બનાવવા માટે એક પેનમાં તેલ ગરમ કરો. પછી તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ, જીરું, ડુંગળી, આદુ-લસણની પેસ્ટ નાખો. આ પછી, મસાલો સોનેરી થાય ત્યાં સુધી સાંતળો. હવે તેમાં ટામેટાની પ્યુરી, મીઠું, હળદર ઉમેરો.

આ સમાચાર પણ વાંચો :  Methi Laddu Recipe: શિયાળામાં ઘરે બનાવો મેથીના લાડુ, છૂમંતર થશે સાંધાનો દુખાવો; નોંધી લો રેસિપી..

સાથે જ તેમાં લાલ મરચું પાવડર, ધાણા પાવડર, ગરમ મસાલા પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરી લો.હવે મસાલો ચડી જાય પછી તેમાં થોડું વધારે પાણી ઉમેરીને બરાબર મિક્સ કરી લો. પછી તેને ઢાંકીને મધ્યમ તાપ પર 5-7 મિનિટ સુધી પકાવો જેથી ગ્રેવી થોડી ઘટ્ટ થઈ જાય. આ પછી, તળેલા કોફતાને ગરમ ગ્રેવીમાં મિક્સ કરો.

હવે તેને પાંચ મિનિટ ગ્રેવી સાથે રાંધ્યા બાદ તેમાં કોથમીર ઉમેરો. હવે તમારો ગરમ ગરમ પનીર કોફ્તા તૈયાર છે.

 

 

Pink Sauce Pasta Recipe ઈટાલિયન સ્વાદ હવે તમારા રસોડામાં! રેડ અને વ્હાઈટ સોસના પરફેક્ટ મિશ્રણથી બનાવો સુપર ચીઝી પિંક પાસ્તા
Fried Rice Recipe રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટી ફ્રાઈડ રાઈસ બનાવો ઘરે જાણો સરળ સ્ટેપબાયસ્ટેપ રેસિપી
Green Moong Dal Kachori Recipe મગની દાળમાંથી બનાવો ચટપટી ખસ્તા કચોરી રસાવાળા બટાકાના શાક સાથે લાગશે સ્વાદિષ્ટ
Ganesh Chaturthi Modak Recipe ગણેશ ચતુર્થી પર ઘરે જ બનાવો બાપ્પાના પ્રિય મોદક સ્વાદિષ્ટ અને પરંપરાગત ઉકડીચે મોદકની સરળ રેસિપી કરો નોટ
Exit mobile version