3.4K
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
સાંભર દક્ષિણ ભારતીય વાનગીમાંની એક છે જેની કોઇને પણ પરિચય આપવાની જરૂર પડતી નથી, કારણકે આ વાનગીની પ્રતિભા જ એવી છે કે તે દક્ષિણ ભારતીય વાનગીઓમાં ઉત્તમ રહી છે. સાંભાર(Sambar)માં સરગવાની શીંગ, બટાટા, અળુ, મૂળો, ગાજર, સિમલા મરચાં, કોળું, રીંગણા, ભીંડા વગેરે નાંખી શકાય છે. આ સાંભર ઈડલી, ઢોંસા, ભાત વગેરે સાથે પીરસી શકાય છે.
સામગ્રી
- ૩/૪ કપ તુવેરની દાળ
- ૨ સરગવાની શિંગ , ૩”ટુકડાઓમાં કાપેલી
- ૧/૨ કપ દૂધીના ટુકડા
- ૧/૨ કપ બટાકાના ટુકડા
- ૨ ટેબલસ્પૂન તેલ
- ૧ ટીસ્પૂન રાઇ
- ૬ થી ૭ કિલોગ્રામ કડી પત્તા
- ચપટી હિંગ
- ૧/૨ કપ સમારેલા ટામેટાં
- ૮ મદ્રાસી કાંદા
- ૨ ૧/૨ ટેબલસ્પૂન આમલીનો પલ્પ
- ૩ ટેબલસ્પૂન સાંભર મસાલો
- ૨ ટીસ્પૂન મરચું પાવડર
- એક ચપટી હળદર પાવડર
- મીઠું , સ્વાદાનુસાર
- ૨ ટેબલસ્પૂન બારીક સમારેલી કોથમીર
સાંભર બનાવવાની રીત
- રેસ્ટોરન્ટ સ્ટાઇલ સાંભર(Sambar Recipe) બનાવવા માટે, તુવેરની દાળને સારી રીતે ધોઈને નીતારી લો.
- પ્રેશર કૂકરમાં ધોયેલી દાળ(Tuverdal) અને ૨ કપ પાણી ભેગું કરો અને પ્રેશર કુકરમાં ૩ સીટી સુધી રાંધી લો.
- પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો.
- દાળ સુંવાળી થાય ત્યાં સુધી હેન્ડ બ્લેન્ડરની મદદથી બ્લેન્ડ કરો અને બાજુ પર રાખો.
- એક ઊંડા નૉન-સ્ટીક પેનમાં ૧ કપ પાણી સાથે સરગવાની શિંગ, દૂધી અને બટાકા ભેગા કરો. મધ્યમ તાપ પર ૪ થી ૫ મિનિટ સુધી અથવા શાક(vegetables) બરોબર રંધાઇ જાય ત્યાં સુધી રાંધી લો. બાજુ પર રાખો.
- એક ઊંડા નોન-સ્ટીક પેનમાં તેલ ગરમ કરો, તેમાં રાઇ, કડી પત્તા અને હિંગ ઉમેરો અને મધ્યમ તાપ પર થોડી સેકન્ડ માટે સાંતળી લો.
- ટામેટાં ઉમેરો, સારી રીતે મિક્સ કરી દો અને મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- બાફેલી દૂધી, બટાકા અને સરગવાની શિંગ, મદ્રાસી કાંદા, આમલીનો પલ્પ, રાંધેલી દાળ, મીઠું, સાંભર મસાલા(Sambar Masala) પાવડર, મરચું પાવડર, હળદર અને ૧/૪ કપ પાણી ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
- મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- કોથમીર ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને મધ્યમ તાપ પર ૧ મિનિટ માટે રાંધી લો.
- તૈયાર છે તમારો રેસ્ટોરેન્ટ જેવો સાંભર(restaurant-like sambar) તેને ગરમ-ગરમ પીરસો.