Site icon News Continuous Bureau | Mumbai

Sawan Recipe: શ્રાવણ માં ઉપવાસ દરમિયાન દહીં સાથે ખાઓ જીરા આલુ, નોંધી લો બનાવવાની સરળ રીત..

Sawan Recipe: સૂકા બટાકાની ભાજી ઘણીવાર ઉપવાસની થાળીમાં સામેલ કરવામાં આવે છે. આ બટાકા કાળા મરીના ટ્વિસ્ટ સાથે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તમારે આ શ્રાવણ માં જીરા આલુની ભાજી તમારે જરૂર ટ્રાય કરવી જોઈએ. ચાલો જાણીએ તેની પદ્ધતિ.

News Continuous Bureau | Mumbai
Sawan Recipe: મોટાભાગના લોકો શ્રાવણ માસમાં સોમવાર ઉપવાસ રાખે છે. તમે ફળાહારમાં જીરા આલુનો સમાવેશ કરી શકો છો. જીરા આલૂ બટેકા(Jeera aloo)નું એક સ્વાદિષ્ટ સૂકું શાક છે જે ઉતર ભારતીય વ્યંજનમાંથી એક છે. તેને બનાવવું ખૂબ જ સરળ છે અને તે ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે. તમે આ બટાકાને દહીં સાથે રોટલી અથવા પરાઠા સાથે માણી શકો છો. આવો જાણીએ બનાવવાની રીત-

સામગ્રી

1 ટી સ્પૂન જીરું
3 ચમચી સમારેલી કોથમીર
શેકેલી મગફળી
3 ચમચી દેશી ઘી
4 મોટા બાફેલા બટાકા (300 ગ્રામ)
2 લીલા મરચા
1 ચમચી કાળા મરી
રોક મીઠું સ્વાદ મુજબ

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Toyota Rumion: હવે Toyota નવી સસ્તું 7-સીટર કાર લાવી રહ્યું છે! એર્ટિગા પર આધારિત હશે

જીરા આલુ કેવી રીતે બનાવશો:

જીરા આલુ બનાવવા માટે સૌપ્રથમ બટેટાને સારી રીતે ધોઈ લો. આ પછી કૂકરમાં 2 ગ્લાસ પાણી નાખીને બાફી લો, બાદમાં તે ઠંડા થાય પછી તેને છોલીને બાઉલમાં કાઢી લો.

હવે એક પેનમાં દેશી ઘી ઉમેરીને ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તેમાં જીરું નાખો અને તતડાવો, પછી ત્યારે તેમાં બારીક સમારેલું લીલું મરચું નાખો અને ૩૦-૪૦ સેકંડ માટે સાંતળો. બાદમાં બાફેલા બટાકાને મેશ કરીને તેમાં ઉમેરો. બટાકાને ઘી સાથે સારી રીતે ફ્રાય કરી લો. 5 મિનિટ પછી તેમાં કાળા મરી અને મીઠું નાખીને મિક્સ કરો. મસાલો નાખ્યા પછી, વધુ 2 મિનિટ ફ્રાય કરો, પછી લીલા ધાણા ઉમેરો અને ગરમ શાકનો આનંદ લો. તમે ઈચ્છો તો મગફળીને ઘીમાં નાખીને પણ મિક્સ કરી શકો છો.

Tawa Kulcha Recipe બજાર જેવા સુપર સોફ્ટ કુલચા હવે ઘરે જ બનશે સામાન્ય લોઢી/તવા પર બનાવો પંજાબી સ્વાદ, આંગળા ચાટતા રહી જશો
Crispy Onion Dosa Recipe સવારના નાસ્તામાં ચીલા કે પરોઠા ખાઈને કંટાળી ગયા છો? ટ્રાય કરો ક્રિસ્પી ઓનિયન ઢોસા, મિનિટોમાં થશે તૈયાર
Ganesh Chaturthi 2026 Modak Recipe ગણેશ ચતુર્થી પર બાપ્પા માટે બનાવો સ્વાદિષ્ટ ‘ડ્રાય ફ્રૂટ મોદક’ માત્ર ૧૦ મિનિટમાં તૈયાર અને ૨ અઠવાડિયા સુધી રહેશે ફ્રેશ
Ganesh Chaturthi Modak Recipe ગણેશ ચતુર્થી પર બાપ્પાના ભોગ માટે ઘરે જ બનાવો ટેસ્ટી મોદક જાણો પારંપરિક ‘ઉકડીચે મોદક’ની સરળ રેસિપી
Exit mobile version