News Continuous Bureau | Mumbai
Sev Khamani Recipe :સેવ ખમણી મૂળ તો વધેલી વાનગીમાંથી બનતી નવી વાનગી છે. પરંતુ, તેના ચટાકેદાર સ્વાદને કારણે તે મોટાભાગે મુખ્ય વાનગી તરીકે બનાવાય છે. સેવ ખમણી ઘણા નામ થી ઓળખાય છે, મઢી ની ખમણી, સેવ ખમણ, અમીરી ખમણ તે ગુજરાતીઓમાં ( Gujarati Sev Khamani Recipe ) ખૂબ જ લોકપ્રિય છે. ખમણી બનાવવા માટે મસાલેદાર અને ખારી સેવનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો સ્વાદ એટલો અદ્ભુત છે કે અહીંના લોકો તેને ભોજનની સાથે સવારના નાસ્તામાં અથવા લંચમાં ખાય છે.
Sev Khamani Recipe : સેવ ખમણી બનાવવા માટેની સામગ્રી-
10-12 ખમણ ઢોકળા
1 ચમચી તેલ
1 ચમચી તલ
2 લીલા મરચાં, બારીક કાપેલા
1 ટામેટા, બારીક સમારેલ
1/2 કપ સેવ
1/4 કપ કોથમીર, બારીક સમારેલી
1/4 કપ તાજુ નાળિયેર, છીણેલું
સ્વાદ મુજબ મીઠું
આ સમાચાર પણ વાંચો : Khaman Dhokla Recipe: નાસ્તામાં ઘરે જ બનાવો ખમણ ઢોકળા, આ ટિપ્સ અને ટ્રીક્સની મદદથી બનશે એકદમ સોફ્ટ અને સ્પોન્જી ઢોકળા; નોંધી લો રેસિપી..
Sev Khamani Recipe : સેવ ખમણી બનાવવાની રીત-
ખમણ ઢોકળાના એક પ્લેટમાં ટુકડા કરી લો અને પછી એક પેનમાં તેલ નાખીને ગરમ કરો.
તેમાં લીલાં મરચાં નાખો અને પછી ખમણ ( how to make Sev Khamani ) ઢોકળા અને મીઠું નાખીને 1-2 મિનિટ સુધી હલાવો. હવે ગેસ બંધ કરો અને તેમાં છીણેલું નારિયેળ, સમારેલા ટામેટા, લીલા ધાણા ઉમેરીને એકવાર મિક્સ કરો. ખમણના ભુકામાં નાયલોન સેવ, દાડમના દાણા, ઝીણી સમારેલી કોથમીર, દ્વાક્ષ નાખીને મિક્સ કરો.તૈયાર છે સેવ ખમણી.